<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th March 2026

ભાયાવદરના પ્રાંસલા ગામે જુગારના હાટડા ઉપર પોલીસ ત્રાટકીઃ ૭ પત્તાપ્રેમી પકડાયા

પ્રફૂલ્લ ભટ્ટાસણીયા જુગાર રમાડતો'તોઃ ૧.૧૨ લાખનો મુદામાલ કબ્‍જે

(કૃષ્‍ણકાંત ચોટાઇ દ્વારા) ઉપલેટા તા.૧૪: ભાયાવદર પોલીસે  પ્રાંસલા ગામેથી  જુગાર રમતા સાત જુગારીની  ૧.૧૨ લાખના મુદામાલ સાથે ધરપકડ કરી હતી.

પોલીસ અધિક્ષક થી વિજયસિહ ગુર્જર સાહેબ, રાજકોટ ગ્રામ્‍ય,  તથા ધોરાજીના મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી સસ્‍મિરન ભારદ્રાજ સાહેબ નાઓ દ્વારા પ્રોહી-જુગાર નેસ્‍ત નાબુત કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને ે ભાષાવદર પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સપેક્‍ટર શ્રી વી.સી.પરમારના માર્ગદર્શન હેઠળ ભાષાવદર પોલીસ સ્‍ટાફના માણસો સાથે ભાયાવદર પો.સ્‍ટે. વિસ્‍તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્‍યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ હોય કે, પ્રફુલભાઇ બચુભાઇ ભટાસણીયા રહે પ્રાસલા વાળો પોતાના કબ્‍જા ભોગવટા વાળા મકાનમાં તેઓ પોતાના આર્થીક ફાયદા સારૂ બહારથી માણસો બોલાવી ગંજીપતાના પાના વડે તેર પત્તીનો સીકીડીકી (રમી) નામનો જુગાર રમાડતો તો જેથી હકીકત વાળી જગ્‍યાએ રેઈડ કરેલ છે.

જુગાર રમતા પકડાયેલ (૧) પ્રફુલ બચુભાઇ ભટાસણીયા રહે પ્રાંસલા ગામ તા.ઉપલેટા  (૨) કેશુભાઇ મનુ ઓડેદરા રહે. પ્રાંસલા ગામ તા.ઉપલેટા  (૩) કેશ ઉર્ફે જોન્‍ટી હરદાસભાઇ ઓડેદરા રહે પ્રાંસલા ગામ તા.ઉપલેટા  (૪) ગીરીશમગનભાઇ ગુજરાતી રહે. પ્રાંસલા ગામ તા.ઉપલેટા  (૫) દીપક દેવાયતભાઈ બારડ રહે પ્રાંસલા ગામ તા.ઉપલેટા  (૬) જયેશ મનુભાઇ મુછડીયા રહે. પ્રાંસલા ગામ તા.ઉપલેટા  (૭) ગોવિંદ જેઠાભાઇ ખાણીયા રહે મેરવદર ગામ તા.ઉપલેટા ને રોકડા રૂપીયા કિ.રૂ ૨૧,૫૨૦/ (૨)મોબાઇલ ફોન કિ.રૂ ૨૧,૦૦૦/ (૩)મો.સા વાહન કિ.રૂ. ૭૦,૦૦૦/- સહિત કુલ કિ.રૂ.૧,૧૨,૫૨૦ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

આ કામગીરી ભાવનગરની વિગત. PI વી.સી.પરમાર સાહેબ ASI શક્‍તિસિહ વનરાનિસંહ જાડેજા PC વીપુલભાઇ ધીરૂભાઇ મેટાળીયા ASI અરૂણભાઈ રામજીભાઈ ખટાણા PC રાત્‍યપાલસિહ ભળદેવસિંહ જાડેજા તથા  ULR અજયભાઇ બાબુભાઇ સોરઠીયા સહિતના સ્‍ટાફે કરી હતી.

(1:17 PM IST)