તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 14th March 2026
રાજયમાં બુધ-ગુરૂ આસપાસ માવઠાની આશંકા વધી
આઇએમડીના નવા મોડેલ મેપમાં ૧૮-૧૯ માર્ચ આસપાસ માવઠું થાય તેવુ દર્શાવેલ છે

(મહંમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા.૧૪: હજુ ઉનાળાની શરૂઆત જ થઇ છે. ત્યાં જ પ્રીમોન્સૂન એકટીવીટીના અવતરણો શરૂ થઇ જવા પામ્યા છે. આઇએમડીનો લોંગ ફોરકાસ્ટ મોડેલ મેપ્સમાં ગઇકાલ સવાર સુધી ગુજરાતમાં ખાસ કંઇ એકટીવીટી જોવા મળતી નહોતી પણ બાદમાં આઇએમડીના બદલાયેલા અપડેટમાં મોડેલ મેપ્સમાં આગામી ૧૮-૧૯ માર્ચ આસપાસ રાજયના ઘણા જીલ્લાઓમાં માવઠાનું અવતરણ દર્શાવાયેલ છે.
લોંગ ફોરકાસ્ટ મોડેલ મેપ્સમાં બદલાવ થવાની સંભાવનાઓ રહેતી હોય છે. પરંતુ આ દર્શાવાયેલ દિવસો આસપાસ રાજયના વાતાવરણમાં પલ્ટો આવવાની-આભમાં વાદળોની આવા જાહી ની સંભાવના સ્પષ્ટ રહેવાની છે.
આઇએમડી ના વર્તારા મુજબ આગામી સપ્તાહ સુધી રાજયમાં હિટવેવ ને બદલે તાપમાનમાં ઘટાડા થી વાતાવરણ રાહતરૂપ રહેશે
(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
