<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th March 2026

બગસરા : આપાગીગા ગાદી મંદિરમાં મોરારીબાપુએ પધરામણી કરી

 

બગસરા : અહીંની સુપ્રસિદ્ધ પ્રાચીન પૂજ્‍ય શ્રી આપાગીગા ગાદી મંદિર- બગસરા આખા વિશ્વ માં રામકથા દ્વારા જેમણે ભગવાન શ્રી રામનો મહિમા વર્ણવ્‍યો તેવા વિશ્વ વંદનીય સંતશ્રી પૂજ્‍ય શ્રી મોરારીબાપુએ ગાદી મંદિરમાં પધરામણી કરી. પૂજ્‍ય મહંતોની સમાધિ ઓ તેમજ આપાગીગાની પ્રસાદીના વષાો, માળા, બેરખો, નીલમ પારો તેમજ લાકડીના દર્શન કર્યા હતા. વર્તમાન ગાદીપતિ પૂજ્‍ય મહંત શ્રી જેરામબાપુએ પૂ. બાપુને આવકાર્યા હતા. તેમજ ગાદી મંદિરના કોઠારી શ્રી હરિબાપુએ ગાદી મંદિરનો પરિચય આપ્‍યો હતો. પૂજારી શ્રી રાજુબાપુ તેમજ મંદિર પરિવાર તેમજ સેવક પરિવાર પૂજ્‍ય બાપુના દર્શનનો લ્‍હાવો લીધો હતો. ( તસ્‍વીર : સમીર વિરાણી બગસરા)

(12:20 PM IST)