<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th March 2026

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં વહેલી સવારે વાતાવરણ પલ્‍ટાયું : જોરદાર ઝાકળ વર્ષા

સવારે સામાન્‍ય ઠંડક અનુભવાઇ : જો કે સુર્યનારાયણના દર્શન થતાની સાથે જ અસહ્ય ઉકળાટ

રાજકોટ, તા., ૧૪ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઉનાળો શરૂ થયા બાદ આજે વહેલી સવારે અચાનક વાતાવરણમાં પલ્‍ટો આવ્‍યો હતો અને જોરદાર ઝાકળ વર્ષા થઇ હતી.

છેલ્લા થોડા દિવસોથી શિયાળાએ વિદાય લીધી છે અને ઉનાળો ધીમે ધીમે જામવા મંડયો છે અને આખો દિવસ ધોમધખતો તાપ પડી રહયો છે. લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ગયા છે. આવા સમયે આજે સવારે શિયાળા જેવી ઠંડકનો અનુભવ થયો હતો.

રસ્‍તા ઉપર ઝાકળ વર્ષા પણ જોવા મળી હતી. બપોરના સમયે આકરા તાપના અનુભવ વચ્‍ચે આજે સવારે અચાનક શિયાળા જેવુ વાતાવરણ અનુભવાતા લોકોમાં પણ આヘર્ય સર્જાયુ હતું. 

(1:14 PM IST)