તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Saturday, 14th March 2026
ગોંડલીયા મરચાની ગોંડલમાં ભારે ખરીદી
ગોંડલ યાર્ડમાં મરચાની આવક, ખરીદી તથા માહિતી આપતા વેપારી નજરે પડે છે.(તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ) : દેશી ડબલ પટ્ટો, કાશ્મીરી, ઘોલર, રેવાની ગ્રાહકો અને વેપારીઓ દ્વારા જથ્થાબંધ ખરીદી

ગોંડલ, તા. ૧૪: સૌરાષ્ટ્રના સૌથી મોટા ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં દરરોજ ગોંડલીયા મરચાની આવક થઇ રહી છે અને ખેડૂતો મોટા પ્રમાણમાં મરચાના વેચાણ માટે આવી રહયા છે. ગોંડલ યાર્ડમાં દેશી મરચાના ૧ મણના રૂા.૫૦૦થી રૂા.૧૦૦૦પ ડબલ પટ્ટો મરચાના રૂા.૫૦૦થી ૭૦૦, કાશ્મીરી મરચાના રૂા.૮૦૦થી ૯૦૦, ઘોલર મરચાના રૂા.૮૦૦થી રૂા.૧૦૦૦ તથા રેવા મરચાના રૂા.૫૦૦થી ૬૦૦ ભાવ બોલાય છે. જયાં વેપારીઓ અને લોકલ ગ્રાહકો જથ્થાબંધ મરચાની ખરીદી કરીને છુટક વેંચાણ માટે મરચાની ખરીદી કરે છે. માવઠાની આગાહીના પગલે ગોંડલ યાર્ડમાં લોકો ખરીદી માટે ઉમટી પડયા છે
(2:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
