News of Sunday, 15th March 2026
ગીર ગઢડાના બોડીદર ગામની સીમમાં યુવક પર હુમલો કરનાર સિંહણ પાંજરે પુરાઈ
બીજી સિંહણને પાંજરે પુરવા વધુ પાંજરા ગોઠવાયા :સિંહણના મળ દાંત, નખ સહિતના સેમ્પલના નમુના લઈ તેનું લેબ પરીક્ષણ કરવામાં આવશે

ગીર સોમનાથના ગીર ગઢડાના બોડીદર ગામની સીમમાં ગઇકાલે બપોરે યુવક પર સિંહણે હુમલો કર્યો હતો. જશાધાર વન વિભાગ દ્વારા સિંહણને પાંજરે પુરવામાં આવી છે. મોડી રાત્રે સિંહણ પાંજરે પુરતા વન વિભાગે હાશકારો લીધો છે. જો કે બે સિંહણ અને સિંહ બાળ હોવાનું જાણવા મળી રહ્યું છે. એક સિંહણ પાંજરે પુરાઈ છે જ્યારે બીજી સિંહણને પાંજરે પુરવા વધુ પાંજરા ગોઠવાયા છે. સિંહણના મળ દાંત, નખ સહિતના સેમ્પલના નમુના લઈ તેનું લેબ પરીક્ષણ કરવામાં આવશે. જે રિપોર્ટમાં બહાર આવશે કે આ સિંહણે યુવક પર હુમલો કર્યો હતો કે અન્ય સિંહણે. હાલ તો એક સિંહણ પકડાતા વન વિભાગ અને ખેડૂતો એ હાશકારો અનુભવ્યો. સિંહણને જશાધાર એનિમલ કેર સેન્ટર લઈ જવામાં આવી છે.
(12:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
