News of Sunday, 15th March 2026
અમરેલીના ખાંભા તાલુકાના ઇંગોરાળા ગામમાંથી 2 રહેણાંક મકાનમાંથી નકલી દૂધનો જથ્થો ઝડપાયો
અમરેલીના ખાંભા તાલુકાના ઇંગોરાળા ગામમાંથી અલગ અલગ 2 રહેણાંક મકાનમાંથી બનાવટી દૂધનો જથ્થો ઝડપાયો

અમરેલીના ખાંભા તાલુકાના ઇંગોરાળા ગામમાંથી અલગ અલગ 2 રહેણાંક મકાનમાંથી બનાવટી દૂધનો જથ્થો ઝડપાયો છે. ખાંભા પોલીસ અને ફૂડ સેફટી ઓફીસર સાથે રહેણાંક મકાનમાં મોડી રાતે દરોડો પાડ્યો હતો. શંકાસ્પદ બનાવટી દૂધ 220 લીટર, દૂધ બનાવવાનો પાઉડર 214 કિલો, દૂધ બનાવવા માટે નું વનસ્પતિ તેલ 43.4 કિલો મળી આવ્યું હતું. ફૂડ વિભાગ દ્વારા દૂધના સેમ્પલ લીધા છે, જે FSLમાં મોકલશે. દૂધના જથ્થાનો રાતે જ નાશ કર્યો ખાંભા પોલીસ સ્ટેશનમા જાણવાજોગ નોંધ કરી છે.
(12:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
