<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th March 2026

સુરેન્દ્રનગર સબ જેલમાં મોડી રાત્રે કેદીઓ વચ્ચે મારામારી ચાર કેદીઓને ઇજા:સીવિલ હોસ્પિટલમાં ખસેડાયા

સબજેલ સુરેન્દ્રનગરમાં બેરેકમાં‌ રહેલા કેદીઓ વચ્ચે કોઇ બાબતે વિવાદ થતા ઝપાઝપી

સુરેન્દ્રનગર સબ જેલમાં મોડી રાત્રે કેદીઓ વચ્ચે મારામારી ઝપાઝપી થવા પામી હતી. આ મારામારી અને ઝપાઝપીમાં ચાર કેદીઓને ઇજા થતા, તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.  સબજેલ સુરેન્દ્રનગરમાં બેરેકમાં‌ રહેલા કેદીઓ વચ્ચે કોઇ બાબતે વિવાદ થતા મારામારી થવા પામી હતી. જેલમાં કેદીઓ વચ્ચે મારામારી થતા, ચાર કેદીઓને ઇજાઓ થતા જેલ તંત્રે કેદીઓને સારવાર માટે શહેરની સીવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ‌ જેલમાં થયેલ મારામારીની ઘટના અંગે એ. ડીવિઝન પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર સબ જેલમાં 197 કેદીની સમતા સામે 250 થી વધુ કેદીઓ હોઇ અવાર નવાર જેલ વિવાદમાં આવે છે.

 

(2:24 PM IST)