News of Sunday, 15th March 2026
ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ સમિતિના નવનિર્મિત કાર્યાલયનું ઉદ્ઘાટન: કોંગ્રેસના મહાનુભાવોએ સોમનાથ મહાદેવ મંદિરે પૂજા અર્ચના કરી

ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા, ગુજરાત પ્રદેશ પ્રભારી અને સાંસદ મુકુલ વાસનિકજી, ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પુંજાભાઈ વંશ, પૂર્વ ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, કાર્યવાહક પ્રમુખ લલિતભાઈ કગથરા, સૌરાષ્ટ્ર પ્રભારી દેવેન્દ્રભાઈ યાદવ, તેમજ પ્રદેશ મહામંત્રીઓ માનસિંહભાઈ ડોડીયા, મનસુખભાઈ ગોહિલ, જયકરભાઈ ચોટાઈ અને ઉપપ્રમુખો નુસરતભાઈ પંજા, હિરાભાઈ જોટવા, મહેશભાઈ રાજપૂત સહિતના મહાનુભાવો મંચસ્થ નજરે પડે છે. આ પ્રસંગે જિલ્લાના વિવિધ સેલના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સોમનાથ મહાદેવ મંદિરે કોંગ્રેસના મહાનુભાવોએ પૂજા અર્ચના કરી હતી.
(3:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
