News of Sunday, 15th March 2026
ગોંડલમાં પુરવઠા તંત્રના દરોડા: ૬૮ ગેસ સિલિન્ડર જપ્ત: એજન્સીઓ પર પોલીસ અને મહેસૂલી કર્મચારીઓ તૈનાત
જિલ્લા કલેક્ટરની સૂચના મુજબ જિલ્લાની દરેક ગેસ એજન્સી અને ગોડાઉન દીઠ ૧ મહેસૂલી કર્મચારી અને ૧ પોલીસ જવાન તૈનાત રહેશે

રાજકોટ: ગોંડલ શહેરમાં પુરવઠા વિભાગ દ્વારા ગેસના ગેરકાયદેસર વેચાણ અને સંગ્રહખોરી સામે લાલ આંખ કરવામાં આવી છે. પુરવઠા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આકસ્મિક તપાસમાં જુદા-જુદા સ્થળોએ દરોડા પાડી કુલ ૬૮ ગેસ સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યા છે.
તંત્રની આ કડક કાર્યવાહીથી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સુરક્ષા અને વ્યવસ્થા જાળવી રાખવા માટે જિલ્લા કલેક્ટરની સૂચના મુજબ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લાની દરેક ગેસ એજન્સી અને ગોડાઉન દીઠ ૧ મહેસૂલી કર્મચારી અને ૧ પોલીસ જવાનની તૈનાતી કરવામાં આવી છે.
(3:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
