News of Sunday, 15th March 2026
ગીરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિરમાં દારૂપાર્ટી મામલે SDM ચરણસિંહ ગોહીલ ગિરનાર પહોંચ્યા
મંદિરના 26 કર્મચારીઓને બોલાવી નિવેદન નોંધવાની કામગીરી હાથ ધરી:પૂજારી સહિતના લોકો સાથે SDM અને તેમની ટીમે ચર્ચા કરી:CCTV ચેક કરી વાયરલ વીડિયો મુદ્દે પણ તપાસ હાથ ધરાઈ

જૂનાગઢ: ગિરનાર પર્વત પર આવેલા શક્તિપીઠ અંબાજી મંદિરના ભંડારા દરમિયાન દારૂ પાર્ટી અને નોનવેજ પાર્ટીનો કથિત વીડિયો વાયરલ થતા SDM ચરણસિંહ ગોહીલ ગિરનાર પહોંચ્યા હતા. મંદિરના 26 કર્મચારીઓને બોલાવી નિવેદન નોંધવાની કામગીરી હાથ ધરી હતી પૂજારી સહિતના લોકો સાથે SDM અને તેમની ટીમે ચર્ચા કરી હતી જે સ્થળે પાર્ટી થઇ હતી તેની પણ ટીમે મુલાકાત લીધી હતી માં અંબાના શક્તિપીઠ ખાતે સઘન તપાસ હાથ ધરાઇ છે. CCTV ચેક કરી વાયરલ વીડિયો મુદ્દે પણ તપાસ હાથ ધરાઈ છે. સમગ્ર મામલે તપાસ કરી કલેક્ટરને અહેવાલ સોંપાશે.
(8:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
