<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th March 2026

માત્ર એક ધારાસભ્ય તરીકે,પરંતુ ‘દીકરીઓનાં પિતા’ તરીકે ઓળખાતા પબુભા માણેક:આ વર્ષે પણ ફરી યોજશે સમૂહલગ્નોત્સવનું આયોજન

એક એવા વ્યક્તિત્વની જેમને વિધાનસભામાં એક વખત નહીં, પરંતુ સતત 8 વખત જનતાએ વિજયી બનાવી મોકલ્યા

જામનગર :એક એવા વ્યક્તિત્વની જેમને વિધાનસભામાં એક વખત નહીં, પરંતુ સતત 8 વખત જનતાએ વિજયી બનાવી મોકલ્યા છે. નામ છે... પબુભા વિરમભા માણેક. ઘણા વર્ષો તેઓ માત્ર એક ધારાસભ્ય તરીકે નહીં, પરંતુ ‘દીકરીઓનાં પિતા’ તરીકે ઓળખાઈ રહ્યા છે.

   સામાજિક સેવા, ગૌ સેવા અને સમાજ એકતાના સંકલ્પ સાથે પબુભા માણેક દ્વારા આ વર્ષે ફરી એકવાર વિવિધ સમાજોના ભવ્ય સમૂહ લગ્નોત્સવોનું આયોજન કરવામાં આવ્યું. પબુભા માણેક દ્વારા આ વખતે શ્રી સમરત ક્ષત્રિય વાઘેર સમાજના 25 માં સમૂહ લગ્નોત્સવના આયોજન સાથે શ્રી સમરત સાધુ સમાજ, શ્રી દેવપુજક સમાજ, શ્રી વણકર સમાજ તથા વાણંદ સમાજના સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

 

(10:02 PM IST)