News of Sunday, 15th March 2026
રાતીધાર(ગીર)નાં વતની પૂર્વ પોલીસ ઇન્સ્પેકટર વજીરભાઈ બ્લોચની ૭ વર્ષની માસુમ પૌત્રી ચિ.આહનાએ પવિત્ર રમઝાન માસમાં રોઝુ રાખ્યું

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :તાલાલા તાલુકાનાં રાતીધાર(ગીર)નાં વતની પૂર્વ પોલીસ ઇન્સ્પેકટર વજીરભાઈ અલાદાદભાઈ બ્લોચની પૌત્રી તથા અખિલ ગુજરાત બ્લોચ સમાજના પ્રમુખ, પાલિતાણાના પૂર્વ નગરપતિ ડો.હયાતખાન બ્લોચની દોહિત્રી અને જૂનાગઢ કોર્ટના આસિસ્ટન્ટ અરશદ બ્લોચની માત્ર ૭ વર્ષની માસુમ સુપુત્રી ચિ. આહનાએ પવિત્ર રમઝાન માસમાં ધોમધખતા તાપમાં રોઝુ રાખી અલ્લાહની ઈબાદત કરી હતી.
(11:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
