News of Monday, 16th March 2026
સેવક દેવળીયા ખાતે રૂ.૪૨.૧૫ લાખ, આંબરડી ખાતે રૂ.૩૯.૮૬ લાખ તથા રામનગર ખાતે રૂ.૪૨.૫૧ લાખના ખર્ચે નવનિર્મિત આયુષ્માન આરોગ્ય મંદિર
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અંદાજિત રૂ.૧.૨૪ કરોડથી વધુ રકમના આરોગ્ય વિભાગના વિકાસ પ્રકલ્પોનું ધારાસભ્ય મુળુભાઇ બેરાના હસ્તે લોકાર્પણ : ધન્વંતરિ રથનું લોકાર્પણ કરાર્યું: આયુષ્માન આરોગ્ય મંદિરમાં વિવિધ ૧૨ પ્રકારની આરોગ્યલક્ષી સેવાઓ ઉપલબ્ધ

દેવભૂમિ દ્વારકા,તા.૧૬: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના સેવક દેવળીયા ખાતે રૂ.૪૨.૧૫ લાખ તથા ખંભાળિયા તાલુકાના આંબરડી ખાતે રૂ.૩૯.૮૬ લાખ તથા રામનગર ખાતે રૂ.૪૨.૫૧ લાખના ખર્ચે નવનિર્મિત આયુષ્માન આરોગ્ય મંદિરનું ધારાસભ્ય શ્રી મુળુભાઇ બેરાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ઉપરાંત, સેવક દેવળીયા ખાતે ધારાસભ્ય શ્રી મુળુભાઇ બેરા સહિતના મહાનુભાવો હસ્તે શ્રમિકોની આરોગ્યની તપાસ માટે ના ધન્વંતરિ રથનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, લોકાર્પણ કરવામાં આવેલા આયુષ્માન આરોગ્ય મંદિરમાં ૧૨ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ થશે. જેમાં સગર્ભા ,ધાત્રી માતાની તપાસ , બાળકો અને માતાનું રસીકરણ, કિશોર કિશોરીની સેવાઓ, વૃદ્ધ લોકોની સેવાઓ, આંખ ,કાન, નાક ,ગળું સહિતની સારવાર આ આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે ઉપલબ્ધ થશે.
આયુષ્માન આરોગ્ય મંદિરના લોકાર્પણ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એ.બી.પાંડોર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સી.બી.ચોબીસા, તાલુકા આરોગ્ય અધિકારી ડો.પ્રકાશ ચાંડેગ્રા, અગ્રણી પ્રતાપભાઇ પિડારિયા, જીતેન્દ્રભાઈ કણઝારિયા, સંજયભાઈ નકુમ સહિત સ્થાનિક પદાધિકારીઓ, સરપંચશ્રીઓ તથા આરોગ્ય વિભાગ કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
(9:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
