તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 16th March 2026
ભુજમાં બે સાઢુભાઈના ઝઘડામાં વચ્ચે પડેલા મિત્રને છરી ભોંકી દેતાં મોત

(વિનોદ ગાલા દ્વારા) તા.૧૬: ભુજના હોસ્પિટલ રોડ ઉપર બે સાઢુભાઈ વચ્ચેના ઝઘડામાં છોડાવવા પડેલ મિત્રની હત્યાના બનાવે ચકચાર સર્જી છે. યોગેશ ચૌહાણ તેના બે મિત્રો સાથે મળી પોતાના સાઢુભાઈ શક્તિસિંહ પરમારને જાહેર રોડ ઉપર માર મારી રહ્યા હતા ત્યારે તેમને છોડાવવા વચ્ચે પડેલ મિત્ર ધર્મેશ પરમાર (કોળી)ને પેટમાં છરી ભોંકી દીધી હતી. સારવાર દરમ્યાન ધર્મેશનું મોત નીપજ્યું હતું. પોલીસે પીએમ માટે મળતદેહ મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
(10:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
