તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 16th March 2026
ઉના દેલવાડાની નવપરિણિતાનો ગળાફાંસો ખાઇને આપઘાત
રર દિવસ પહેલા લગ્ન થયા હતાઃ પિતાની તબીયત સારી ન હોય પીયરે આવેલીઃ સાસરિએ શારીરિક માનસીક ત્રાસ આપીને મરવા માટે મજબૂર કર્યાનો આક્ષેપ

(નવીન જોષી દ્વારા) ઉના તા. ૧૬ :.. તાલુકાના દેલવાડાની નવ પરીણિતા પ્રસા કમલેશભાઇ મજીઠીયા (ઉ.રર) એ પીયરે બીમાર પીતાની ખબર કાઢવા આવ્યા બાદ પ્રજ્ઞાએ ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.
દેલવાડા ગામના મુકેશભાઈ કરશનભાઈ સોલંકી એ જણાવેલ કે, તેમની મોટી દીકરી પ્રગના (ઉ .૨૦) ના લગ્ન ૨૨ દિવસ પહેલા ઉના તાલુકાના દાંડી ગામે રહેતા કમલેશ સામતભાઈ મજીઠીયા સાથે ધામધૂમથી કરાવેલ હતા. લગ્ન બાદ તેમના પિતા મુકેશ ભાઈ તબિયત સારી ના હોય પ્રગના પિયર રોકાવા આવી હતી.. ત્રણ દિવસ પહેલા કમલેશ દેલવાડા મુકેશ ભાઈ ના ઘરે આવેલ હતો. અને પ્રગના સાથે ઝગડો કરી તું મને ગમતી નથી શંકા કુ શંકા કરી માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો.
પ્રગના દાંડી સાસરે ગઈ હતી. છતાં પણ કમલેશ પત્ની પ્રગના ને કે તું મરી જા તારા જેવી મને ઘણી છોકરી મળી જશે તેમ કહેતા પ્રગના ને લાગી આવતા રાત્રિ ના દાંડી સાસરે પ્રગના એ રૂમ માં ગળા ફાસો ખાઇ આત્મ હત્યા કરી લીધી હતી.
સાસરિયાઓ પ્રજ્ઞા અંગે પિયર પક્ષ ને જાણ પણ ના કરી ઊના સરકારી હોસ્પિટલ લઇ ગયા હતા. આ બાબત ની જાણ મરણ જનાર ના ભાઈ મયુર ને થતા સરકારી હોસ્પિટલ પહોંચી ગયો હતો. ફરજ બજાવતા ડોક્ટરે પરણિતા ને મળત જાહેર કરી હતી. આ અંગે નવાબંદર મરીન પોલીસ સ્ટેશન મા મરણ જનાર ના ભાઈ મયુર મુકેશ ભાઈ સોલંકી રે. દેલવાડા એ તેમના બનેવી કમલેશ સામત ભાઈ મજીઠીયા રે. દાંડી વાળા સામે પોતાની બેન ને શારીરિક માનસિક ત્રાસ આપી મારવા મજબુર કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે ગુનો નોંધી અને નવાબંદર મરીન પોલીસ સ્ટેશન ના ઈનચાર્જ પી આઈ જેબલિયા અને સ્ટાફ એ ગુનો નોંધી આરોપી કમલેશ સામત મજીઠીયાની અટક કરી તપાસ શરૂ કરી છે. ઊના તાલુકાના નાના એવા દાંડી ગામે માત્ર લગ્ન ના ૨૨ દિવસ માં પરણિતા એ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. પિયર પક્ષ માં શોક છવાઈ ગયો છે.
(10:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
