News of Monday, 16th March 2026
જામજોધપુરના માલવડાનેશમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ

જામનગર : લાલપુરના મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતીભાના માર્ગદર્શન હેઠળ તથા જામજોધપુર પોલીસ સ્ટેશનના પો.ઇન્સ એ.એસ.રબારીના માર્ગદર્શન મુજબ હકીકતનાં આધારે ગંગાજળીયા નેસ ખાતે રહેતો સરમણભાઇ દેવાભાઇ મુછાર પોતે માલવડાનેશ થી આંબલીયાર સીમ વિસ્તાર તરફ જતા રસ્તાથી નીચે બાવળની કાંટમા દેશી પીવાનો દારૂ બનાવવાની પ્રવળતી કરે છે જયાં હકીકત આધારે રેઇડ કરતા બે પ્લાસ્ટીકના બેરલમા દેશી દારૂ બનાવવાનો કુલ કાચો આથો લીટર ૪૦૦ લીટર કિ.રૂ.૧૦,૦૦૦/- તથા દેશી દારૂ લીટર.૧૦૫ કિ.રૂ.૨૧,૦૦૦/- તથા દારૂ બનાવવાના સાધનો કુલ કિ.રૂ.૫૦૦/- તથા સ્પેલન્ડર મો.સા. રજી.નં.GJ.10.CQ.8233 જેની કિ.રૂ.૨૫,૦૦૦/- સાથે મળી કુલ રૂપીયા. ૫૬,૫૦૦/- ના મુદામાલ કબ્જે કરી કાર્યવાહી કરેલ છે. ઉપરોક્ત કાર્યવાહી એ.એસ.આઇ. એલ.આર.ચાવડા તથા પો.હેડ.કોન્સ જે.ડી.મેઘનાથી તથા પો.કોન્સ. અશોકભાઈ બાબુભાઇ ગાગીયા તથા પો.કોન્સ. વલ્લભભાઇ માલદેભાઇ ભાટુ નાઓએ કરેલ છે
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
