<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

ગોંડલના બીલીયાળા ગામે પાનની દુકાનમાંથી ગેરકાયદે રાંધણ ગેસના રપ સીલીન્‍ડરો પકડાયા

દુકાનદાર ભરત કણજારીયા સામે કાર્યવાહીઃ તાલુકા પોલીસ અને મામલતદાર ટીમનો દરોડો

રાજકોટ તા. ૧૬ :.. ગોંડલના બીલીયાળા ગામે પાનની દુકાનમાં તાલુકા પોલીસે મામલતદારની ટીમ સાથે દરોડો પાડી ગેરકાયદે રાંધણ ગેસના રપ સીલીન્‍ડરો પકડી પાડી મજૂર સામે કાર્યવાહી કરી હતી.

 રાજકોટ ગ્રામ્‍ય જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી વિજયસિંહ ગુર્જર  તથા નાયબ પોલીસ અધિક્ષક  કે.જી.ઝાલા  ગોંડલ અમેરીકા-ઇરાન વચ્‍ચે ચાલી રહેલ યુદ્ધની પરીસ્‍થીતી અન્‍વયે એલ.પી.જી. ગેસના સીલીન્‍ડરોની કાળા બજારી તથા ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમો વીરુદ્ધ કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જેના અનુસંધાને ગોંડલ તાલુકા પો.સ્‍ટે.ના થાણા અધી.  Pro. IPS પ્રખરકુમારના માર્ગદર્શન હેઠળ પો. સબ ઇન્‍સ. આર.જે.જાડેજા. તથા સર્વેલન્‍સ સ્‍ટાફના માણસોએ ગોંડલ તાલુકા પો. સ્‍ટે. વિસ્‍તારના બીલીયાળા ગામની સામેની સાઇડ કાયરોન કંપની પાસે રોનક પાન એન્‍ડ કોલ્‍ડ્રીંકસ નામની દુકાનમા ભરતભાઇ વાલજીભાઇ કણજારીયા, રહે. બીલીયાળાગામ, તા.ગોંડલવાળાની કબજા ભોગવટાની દુકાનમા મામલતદાર સાહેબ શ્રી ગોંડલ તાલુકા, ગોંડલનાઓને સાથે રાખી સદરહુ જગ્‍યાએથી ભરેલા તેમજ ખાલી એમ મળીને કુલ ૨૫ ગેસ સીલીન્‍ડરો જેની કુલ કીમત રૂ.૪૫,૪૧૦/- કોઇપણ આધાર પુરાવા કે લાયસન્‍સ વગર મળી આવતા ગોંડલ તાલુકા પોલીસે મામલતદાર સા. શ્રી, ગોંડલ તાલુકાનાઓને સાથે રાખી આ મુદામાલ સીજ કરી તેને કબ્‍જે લેવા અંગેનો સીજર હુકમ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ હતી.

 અધિકારી કર્મચારીની વિગતઃ- ્રુપ્રખર કુમાર,  રવિરાજસિંહ મહાવિરસિંહ, કર્મરાજસિંહ અનિરુદ્ધસિંહ, પ્રતાપસિંહ કરશનભાઈ, રવિરાજસિંહ બાપાલાલ, અજયસિંહ પ્રવિણસિંહ, જયદીપસિંહ લખધિરસિંહ, જયદીપભાઇ જોરૂભાઇ, પરેશભાઇ નારણભાઇ, તથા રાજેન્‍દ્રસિંહ કનુભાઇ, સહિના સ્‍ટાફે કરી હતી. 

 

(1:27 PM IST)