News of Monday, 16th March 2026
ગોંડલના શેમળા ફાટક પાસે ટ્રેન નીચે પડતૂ મૂકી વિજયભાઇ સોલંકીનો આપઘાત

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૧૬: ગોંડલના શેમળા ફાટક પાસે એક યુવાને ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો હતો.
વેરાવળ થી રાજકોટ જઇ રહેલી લોકલ ટ્રેન સવારે ૮:૩૦ વાગ્યાની આસપાસ શેમળા ફાટક પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે અજાણ્યાં યુવાને ટ્રેન હેઠળ પડતુ મુકયુ હતું. બનાવ ને પગલે ટ્રેન ડ્રાઈવરે તાત્કાલિક ટ્રેન રોકી દીધી હતી. ઘટના સ્થળે પંહોચેલી રેલવે પોલીસે મળતદેહની તપાસ કરતા તેના ખિસ્સામાંથી બે ચિઠ્ઠી મળી આવી હતી એકમાં લખ્યું હતું કે તેનું જીજે ૦૩ ઇકયુ ૭૧૫૪ નંબર નું બાઇક શેમળા પાટિયા પાસે પાર્ક કરેલું છે. બીજીમાં તેનું નામ સોલંકી વિજય પ્રેમજીભાઈ રહે. વાછરા, તા. ગોંડલ, હોવાનું લખ્યું હતું. યુવાનની ઓળખ થતા પોલીસે તેનાં પરીવાર ને જાણ કરી હતી.મળતક વિજયભાઈ નાની બજારની ‘જલારામ કાપડ'ની દુકાનમાં કામ કરતા હતા. આજે રવિવારની રજા હોવાથી સવારે ૭:૩૦ વાગ્યે શાપર ખાતે છૂટક મજૂરી કામે જવાનું કહી બાઈક પર નીકળ્યા હતા. મળતક વિજયભાઈના પરણિત હતા અને સંતાનમાં એક દીકરો છે જે હાલ અભ્યાસ કરે છે. તેમના પિતા પ્રેમજીભાઈ ગોંડલમાં રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે.
(1:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
