News of Monday, 16th March 2026
સુરેન્દ્રનગરના માલધારી સમાજનાં આગેવાનો ‘‘આપ''માંથી રાજીનામું આપશે
રાજુ કરપડા બાદ હવે સતીષ ગમારા સહિતના પણ પક્ષનો ત્યાગ કરશે

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૧૬: સુરેન્દ્રનગર જિલ્લામાં આમ આદમી પાર્ટી સતત તૂટી રહી છે પહેલા આમ આદમી પાર્ટીમાંથી રાજુ કરપડા દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યા બાદ મૂળી તાલુકા માથે સમર્થકો દ્વારા આમ આદમી પાર્ટી ને રામ રામ કરવામાં આવ્યા છે ત્યારે હવે બીજી તરફ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં પણ હવે આમ આદમી પાર્ટીમાંથી કાર્યકર્તાઓ અને નેતાઓ રાજીનામાઓ આપી રહ્યા છે.
છેલ્લા અનેક વર્ષોથી સક્રિય ભૂમિકા તરીકે લડી રહેલા અને માલધારી સમાજના આગેવાન અને આમ આદમી પાર્ટીના પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી તરીકે હોદો ધરાવતા સતીશ ગમારા દ્વારા રાજીનામું આપવા ની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે તેની સાથે રહેલા સમર્થકોમાં બુટાભાઈ માલધારી સહિતના આગેવાનો પણ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામુ ટૂંક સમયની અંદર આપી દેશે ત્યારે આમ આદમી પાર્ટી સતત સુરેન્દ્રનગર જિલ્લામાં તૂટી રહી છે.
પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી તરીકેનું પદ ધરાવતા સતીશ ગમારા ને રાજીનામું આપવા પાછળનું કારણ પૂછવામાં આવતા તેના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સુરેન્દ્રનગરના સર્કિટ હાઉસ ખાતે યોજવામાં આવેલી સેન્સ પ્રક્રિયામાં તેને હાજરી આપવા દેવામાં આવી ન હતી અને જાહેરમાં તેનું અપમાન કરી નાખવામાં આવ્યું હતું. દિલ્હીથી આવેલી ટીમ દ્વારા આ પ્રકારનું કળત્ય કરવામાં આવ્યું હતું પ્રદેશ નેતા સાથે ઘર્ષણ પણ કરવામાં આવ્યું હતું.
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
