News of Monday, 16th March 2026
દ્વારકામાં વૃધ્ધ દર્શનાર્થીઓને બેભાન કરી દાગીના લૂંટી લેનારા ભાવનગર પંથકના બે શખ્સો ઝડપાયા

ખંભાળીયા તા.૧૬: હોળી ધુળેટીના તહેવાર દરમ્યાન દ્વારકા તાલુકાના ચરકલા ગામ પાસે તેમજ દ્વારકા ટાઉનમાં દિવા દાંડી પાસે ચાલીને જતા વયોવળધ્ધ શ્રદ્ધાળુ પાસેથી ઠંડા પીણાં કે શેરડીના રસમાં ધતુરાનો પાવડર ભેળવી બેભાન કરી તેની પાસે રહેલ સોનાના ઠોરીયા તેમજ રોકડ રૂપીયાની લુંટ થયા અંગે દ્વારકા પોલીસ સ્ટેશનમાં ગુન્હાઓ નોંધાયેલ હતા.
દરમ્યાન હકિકત આધારે ખંભાળીયા-પોરબંદર હાઇવે રોડ પર રેલ્વે ફાટકની નજીક રોડ પરથી ઉક્ત ગુનામાં ગયેલ સોનાના થોરીયા નંગ-૬ મળી કુલ કિ.રૂ. ૩,૧૪,૦૦૦/- ના મુદામાલ સાથે (૧) કાળુભાઇ અમરસીભાઇ વાઘેલા(દેવીપુજક), રહે.લંગાળા ગામ, રામાપીરના મંદિર પાસે, તા.ઉમરાળા, જી.ભાવનગર (૨) હરેશભાઇ ઉર્ફે હકલો બાબુભાઇ માતાચોળીયા (દેવીપુજક), રહે.માયધર ગામ, તા.પાલીતાણાને ઝડપી (૧) ઠોરીયા કુલ નંગ-૬ જેની કુલ કિ.રૂ.૩,૦૫,૦૦૦/- (૨) મોબાઇલ ફોન નંગ.૦૨ જેની કિ.રૂ.૬,૦૦૦/- (૩) રોકડા રૂ.૩,૦૦૦/- મળી એમ કુલ કિ.રૂ.૩,૧૪,૦૦૦/- કબ્જે કરેલ છે.
આ સમગ્ર કાર્યવાહીમાં એલસીબી પી.આઇ. બી.જે.સરવૈયા, પીએસઆઇ બી.એમ.દેવમુરારી, પી.એસ.આઇ એસ.વી.કાંબલીયા એએસઆઇ મસરીભાઇ ભારવાડીયા, જેશલસિંહ જાડેજા, દિનેશભાઇ માડમ, અરજણભાઇ મારૂ, દિપકભાઇ રાવલીયા, હરપાલસિંહ જાડેજા, એચસી ગોવિંદભાઇ કરમુર, લાખાભાઇ પીંડારીયા, મુકેશભાઇ કેસરીયા, પિઠાભાઇ ગોજીયા, પીસી પ્રકાશભાઇ ચાવડા, સચિનભાઈ નકુમ, કિરપાલસિંહ ચૌહાણ તથા ડ્રા.એએસઆઇ ધર્મેન્દ્રસિંહ ચુડાસમાં, એચસી હસમુખભાઇ કટારા, વિશ્વદિપસિંહ જાડેજા તેમજ દ્વારકા પોલીસ સ્ટેશનના એચસી હરપાલસિંહ ઝાલા, પીસી હિતેન્દ્રસિંહ જાડેજા નાઓ જોડાયેલ હતા.
(1:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
