<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

પાટડીના જરવલા ગામે ઘરેકામ કરવા આવતી તરૂણી ઉપર પ્રોૈઢનું દુષ્‍કર્મ

૧૪ વર્ષની દીકરીને ગર્ભ રહી જતા બાળકને આપ્‍યો જન્‍મઃ આરોપીની ધરપકડ

 (ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણઃ, તા.૧૬: સુરેન્‍દ્રનગર જિલ્લાના પાટડી તાલુકા થી નજીકમાં આવેલા જરવલા ગામે વધુ એક આ પ્રકારની ઘટના સામે આવી છે જરવલા ગામે રહેતા સદુળભાઈ ભરવાડ તેમની ઉંમર ૬૦ વર્ષની છે ત્‍યારે તેમના ઘરે ઘર કામ કરવા આવતી ૧૪ વર્ષની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવી અને તેના ઉપર વારંવાર બળાત્‍કાર ગુજારવામાં આવ્‍યો હતો.

જેને લઈને ૧૪ વર્ષની સગીર વયની દીકરીને ગર્ભ રહી ગયો હતો અને અચાનક પેટમાં તેને દુખાવો ઉપાડતા હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી અને ત્‍યાં તેના દ્વારા બાળકને જન્‍મ આપવામાં આવ્‍યો છે જેમાં તેને પુત્રને જન્‍મ આપતા સમગ્ર ઘટના ઉજાગર થઈ છે ત્‍યારબાદ માતા-પિતા અને તેનો પરિવાર પણ આ સમગ્ર ઘટના મુદ્દે ચોકી ઉઠ્‍યો હતો અને ત્‍યારબાદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્‍થળે દોડી જઈ અને ત્‍યારબાદ તપાસ હાથ ધરવામાં આવી હતી.

તપાસ શરૂ કરવામાં આવતા ભોગ બનનાર સગીર વયની દીકરી દ્વારા જણાવવામાં આવ્‍યું હતું કે આ દીકરી જ્‍યાં કામ કરતી હતી તે સાદુળભાઈ ભરવાડ દ્વારા વારંવાર તેના ઉપર બળાત્‍કાર ગુજારવામાં આવતો હતો અને ત્‍યારબાદ આ સમગ્ર ઘટના બની હોય તે પ્રકારનો ચોકાવનારી ઘટના સામે આવી હતી આ મુદ્દે ડોક્‍ટર દ્વારા પણ પોલીસને જાણ કરવામાં આવી હતી

(11:52 AM IST)