<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

જામનગરમાં નવાગામ ઘેડમાં બાઈક પર દારૂની હેરાફેરીઃ બે કોલેજીયન વિદ્યાર્થી પકડાયાઃરાજકોટના સપ્‍લાયર નું નામ ખુલ્‍યું

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગરઃ તા ૧૬, જામનગરના સીટી બી. ડિવિઝનના પીએસઆઇ એસ.જી. કેસવાલા હનુમાન ગેઇટ પોલીસ ચોકીના પોલીસ સ્‍ટાફના છત્રપાલસિંહ જાડેજા, પંકજભાઈ વાઘેલા, નિકિતાબેન પરમાર, ધર્મિષ્ઠાબેન ચૌધરી સહિતની પોલીસ ટીમ ગઈકાલે મોડી રાત્રે નવાગામ ઘેડ વિસ્‍તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી, જે દરમિયાન બે શખ્‍સો એક બાઈકમાં શંકાસ્‍પદ વસ્‍તુ લઈને હેરાફેરી કરી રહેલા નજરે પડ્‍યા હતા.

 જેથી બંનેને અટકાવીને તેઓની તલાસી લેતાં તેમની પાસેથી ૧૦૫ નંગ ઇંગ્‍લિશ દારૂની નાની બાટલી તથા ૨૮ નંગ બિયરના ટીન મળી આવ્‍યા હતા. પોલીસે બંનેની પૂછપરછ કરતાં તેઓએ પોતાના નામ રઘુવીર સિંહ જગતસિંહ જાડેજા અને પળથ્‍વીરાજસિંહ જયેન્‍દ્રસિંહ જાડેજા, કે જેઓ નવાગામ ઘેડ વિસ્‍તારમાં રહેતા હોવાનું, અને કોલેજમાં અભ્‍યાસ કરતા હોવાનું જણાવ્‍યું હતું.

 પોલીસ દ્વારા બંનેની વધુ પૂછપરછ  કરવામાં આવતાં તેઓએ ઉપરોક્‍ત દારૂ અને બિયરનો જથ્‍થો રાજકોટ થી આયાત થયો હોવાનું, અને રાજકોટમાં રહેતા હિતેન્‍દ્રસિંહ વાળા દ્વારા લાલ કલરની મોટરકારમાં આવીને સપ્‍લાય કરી ગયા હોવાનું જણાવતાં પોલીસે હિતેન્‍દ્રસિંહ વાળા ને ફરારી જાહેર કર્યો છે, અને તપાસનો દોર રાજકોટ સુધી લંબાવ્‍યો છે. 

(12:20 PM IST)