<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

જામનગર ગ્રામ્ય ડિવિઝનના પંચ-એ. ધ્રોલ, જોડીયા, કાલાવડ ટાઉન,કાલાવડ ગ્રામ્ય પો.સ્ટે.ના ૧૦૬ આરોપીઓના પી.જી.વી.સી.એલની ટીમને સાથે રાખી વિજ મિટર ચેક કરીને રૂ. ૧૨,૬૦,૦૦૦/- નો વીજ દંડ તથા કુલ - ૩૫ વીજચોરીના તથા પ્રોહિબિશનના ગુન્હા દાખલ કરીને કડક કાર્યવાહી કરતી જામનગર પોલીસ: જુઓ યાદી

દારૂ જુગારના લિસ્ટેડ બુટલેગરો, હીસ્ટ્રીશીટર,એન.ડી.પી.એસના ગુન્હેગારો, ટપોરીઓ, વારંવાર શરીર સંબંધી અને મિલકત સંબંધી ગુના કરવાની ટેવવાળા અસામાજીક તત્વોનું લિસ્ટ બનાવી પોલીસ સ્ટેશનની અલગ-અલગ ટીમો બનાવીને કાર્યવાહી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૬:શ્રી નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS), રાજકોટ વિભાગ, રાજકોટ તથા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની (IPS), જામનગર જીલ્લા દ્વારા દારૂ જુગારના લિસ્ટેડ બુટલેગરો, હીસ્ટ્રીશીટર, એન.ડી.પી.એસ.ના આરોપીઓ, ટપોરીઓ, વારંવાર શરીર સંબંધી અને મિલકત સંબંધી ગુન્હો કરવાની ટેવવાળા અસામાજીક તત્વોને ચેક કરી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ હોય.

      જે સુચના અનુસાર નાયબ પોલીસ અધિક્ષક મીત રૂદલાલના માર્ગ દર્શન હેઠળ જામનગર ગ્રામ્ય ડિવિઝનના પંચ-એ ધોલ, જોડીયા, કાલાવડ ટાઉન તથા કાલાવડ ગ્રામ્ય પોસ્ટે વિસ્તારના દારૂ જુગારના લિસ્ટેડ બુટલેગરો, હીસ્ટ્રીશીટર,એન.ડી.પી.એસના ગુન્હેગારો, ટપોરીઓ, વારંવાર શરીર સંબંધી અને મિલકત સંબંધી ગુના કરવાની ટેવવાળા અસામાજીક તત્વોનું લિસ્ટ બનાવી પોલીસ સ્ટેશનની અલગ-અલગ પોલીસ ટીમો બનાવવામાં આવેલ અને પી.જી.વી.સી.એલ.ટીમને પણ સાથે રાખી આરોપીઓના રહેણાક સ્થળે અને ધંધાકીય સ્થળે ચેક કરવામા આવેલ અને ચેકીંગ દરમ્યાન આરોપીઓના કબ્જામાંથી ગેરકાયદેસર દેશી દારૂ મળી આવતા પ્રોહિબીશનના કુલ - 03 કેશો કરવામાં આવેલ અને આરોપીઓના રહેણાક અને ધંધાકીય સ્થળોમાં પી.જી.વી.સી.એલ.ની ટીમને સાથે રાખી ચેક કરતા કુલ ૩૨

 

જેટલા આરોપીઓના ત્યા ગેરકાયદેસર વિજ કનેકશનો મળી આવતા કુલ રૂપિયા ૧૨,૬૦,૦૦૦/- ગેરકાયદેસર વિજ કનેક્શનનો દંડ કરવામાં આવેલ અને કુલ - ૩૨ આરોપીઓ વિરુધ્ધ ગેરકાયદેસર વિજચોરીના ગુન્હો દાખલ કરવામાં આવેલ છે. અને પોસ્ટે વાઇઝ નીચેની વિગતે આરોપીઓને ચેક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

(4:28 PM IST)