<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

સાવરકુંડલામાં જુનિયર ક્લાર્કની પરીક્ષા દરમિયાન ધમકી:પાલિકા સભ્ય ધર્મેન્દ્ર મહેતા અને આપ શહેર પ્રમુખ જગદીશ ઠાકોર સહીત ત્રણ લોકો સામે ફરિયાદ

ફરિયાદ મુજબ આરોપીઓએ પરીક્ષામાં સેટિંગ કરવાની વાત કરીને ટ્રસ્ટીઓને ધમકી આપી તેમજ પરીક્ષાર્થીઓને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો

અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં વીડી ઘેલાણી મહિલા કોલેજમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા દરમિયાન ધમકી આપવાનો મામલો સામે આવ્યો છે. આ કેસમાં સાવરકુંડલા નગરપાલિકાના સભ્ય ધર્મેન્દ્ર મહેતા, આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ જગદીશ ઠાકોર અને તેના પુત્ર સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. કોલેજના મહિલા ટ્રસ્ટી દ્વારા સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ મુજબ આરોપીઓએ પરીક્ષામાં સેટિંગ કરવાની વાત કરીને ટ્રસ્ટીઓને ધમકી આપી હતી તેમજ પરીક્ષાર્થીઓને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ શરૂ કરી છે.

(8:18 PM IST)