<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

સુરેન્દ્રનગરના સુદામડામાં ડ્રોન ઉડાડીને પોલીસે ગેરકાયદે ખનીજચોરી ઝડપી લીધી:18 કરોડનો મુદામાલ જપ્ત કરાયો

જિલ્લામાં પ્રથમ વખત ડ્રોન કેમેરો ઉડાડી ખનીજચોરી ઝડપી પાડી:પોલીસે રેડ કરતા સ્થળ પરથી 14 જે.સી.બી. 18 ડમ્પર ઝડપી પાડયા

સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં સુદામડા ગામે સરકારી ખરાબામાં ગેરકાયદેસર ખનીજચોરી પોલીસએ ઝડપી પાડી છે. ગેરકાયદે ખનીજ ચોરી કરનારાઓનો રૂપીયા 18 કરોડનો મુદ્દામાલ સ્થળ પરથી જપ્ત કર્યો છે. પોલીસે બાતમીના આધારે ખનીજચોરી ઝડપવા જિલ્લામાં પ્રથમ વખત ડ્રોન કેમેરો ઉડાડી ખનીજચોરી ઝડપી પાડી છે. પોલીસે રેડ કરતા સ્થળ પરથી 14 જે.સી.બી. 18 ડમ્પર ઝડપી પાડયા છે. પોલીસ એ ખનીજ માફિયાઓને ઝડપવા ચક્રો કર્યા ગતીમાન. ઝડપાયેલા ડમ્પરોના નંબરના આધારે હવે આરોપીઓને ઝડપી અને ખનીજચોરીની માપણી કરી દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

(8:52 PM IST)