<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

ગીર સોમનાથના ખાપટ ગામની શિક્ષિકાની હરકતથી વાલીઓમાં ભારે રોષ ફેલાયો :વિદ્યાર્થીઓને સ્કૂલે મોકલતા નથી : બદલીની માગ

ધોરણ સાતની વિદ્યાર્થિની પર ચારિત્ર્યનો આક્ષેપ કર્યા બાદ વાલીઓ એટલા રોષે ભરાયા કે બાળકોને શાળાએ જ ન મોકલ્યા.

ગીર સોમનાથના ખાપટ ગામની શાળાના શિક્ષિકા સામે રોષ જોવા મળી રહ્યો છે. ધોરણ સાતની વિદ્યાર્થિની પર ચારિત્ર્યનો આક્ષેપ કર્યા બાદ વાલીઓ એટલા રોષે ભરાયા કે બાળકોને શાળાએ જ ન મોકલ્યા. ન માત્ર વાલીઓ પણ સરપંચે પણ આ શિક્ષિકાનો વિરોધ કર્યો હતો.  

વાલીઓની એક જ માગ છે કે જ્યાં સુધી આ શિક્ષિકાની બદલી નહીં થાય ત્યાં સુધી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સ્કૂલે નહીં મોકલે. જિલ્લા શિક્ષણાધિકારીઓએ આ અંગેની તપાસ હાથ ધરી છે. જોકે શિક્ષિકા લલીતાબેન વંશ ફરજ પરથી રજા પર ચાલ્યા ગયા છે.  

(9:48 PM IST)