<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

ભાવનગરના કાળાનાળા, ગીતા ચોક અને વાઘાવાડી રોડ જેવા વિસ્તારોમાં અશાંત ધારાનું ઉલ્લંઘન :કલેક્ટરને કરાઈ રજૂઆત

મિલકતોના શંકાસ્પદ સોદાઓને લઈ સ્થાનિકોમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો:હિન્દુ હિત રક્ષા મંચના નેતૃત્વ હેઠળ રહીશોએ મદદનીશ કલેક્ટર પ્રતિભા દહીયાને આવેદનપત્ર પાઠવી રજૂઆત

ભાવનગરના કાળાનાળા, ગીતા ચોક અને વાઘાવાડી રોડ જેવા વર્ષો જૂના રહેણાંક વિસ્તારોમાં અશાંત ધારો (Disturbed Areas Act) અમલમાં હોવા છતાં, મિલકતોના શંકાસ્પદ સોદાઓને લઈ સ્થાનિકોમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે. હિન્દુ હિત રક્ષા મંચના નેતૃત્વ હેઠળ રહીશોએ મદદનીશ કલેક્ટર પ્રતિભા દહીયાને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી કે જમીન માફિયાઓ અને કેટલાક બિલ્ડરો છળકપટથી મિલકતો હડપવાનું કાવતરું ઘડી રહ્યા છે. ખાસ કરીને કાર્ટન સ્ક્વેર અને ટ્રેડ સેન્ટર જેવા કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં અસામાજિક ગતિવિધિઓ વધી હોવાના આક્ષેપ સાથે વહીવટી તંત્ર પાસે કડક તપાસની માંગ કરવામાં આવી છે.

 

  અત્રે ઉલ્લેખનીય છે કે 1991 ના અશાંત ધારા મુજબ, આવા જાહેર કરાયેલા વિસ્તારોમાં મિલકત ટ્રાન્સફર માટે કલેક્ટરની પૂર્વ મંજૂરી અનિવાર્ય છે, જેનો મુખ્ય હેતુ વસ્તીના સંતુલનને જાળવી રાખીને કોમી તણાવ રોકવાનો છે. રહીશોનો દાવો છે કે સસ્તા ભાવે મિલકતો પડાવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. વહીવટી તંત્રએ આ મામલે યોગ્ય તપાસની ખાતરી આપી છે, જે આગામી સમયમાં આ વિસ્તારોની સુરક્ષા અને કાયદાકીય અમલીકરણ માટે મહત્વની સાબિત થશે.

 

(11:22 PM IST)