<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th March 2026

સાણંદ–વિરમગામ હાઈવે પર ત્રિપલ અકસ્માત: કારમાં આગ લાગતા બે લોકોના કમકમાટીભર્યા મોત

ડમ્પર,ટેન્કર અને કાર વચ્ચેવિરોચનનગર પાટિયા પાસે ગમખ્વાર આ અકસ્માત સર્જાયો

સાણંદ–વિરમગામ હાઈવે પર ત્રિપલ અકસ્માત સર્જાયો છે જેમાં કારમાં આગ લાગતા 2ના મોત થયા છે

મળેલી માહિતી પ્રમાણે ડમ્પર,ટેન્કર અને કાર વચ્ચે ગંભીર અકસ્માત થયો છે. વિરોચનનગર પાટિયા પાસે આ અકસ્માત સર્જાયો હતો

અકસ્માત બાદ કારમાં આગ લાગતા બેના મોત થયા છે. ફાયર બ્રિગેડની બે ટીમોએ આગ કાબૂમાં લીધી છે અને પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો.

(12:22 AM IST)