હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભાણવડ રોડ ઉપર અકસ્માત બાદ કાર ભસ્મીભૂતઃ યુવક ભડથુ
ઝાકળના કારણે બોલેરો અને વેગનાર કાર વચ્ચે અકસ્માત સર્જાયોઃ ર ગંભીરઃ ખંભાળીયાથી ફાયરબ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવ્યો

(કોશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૧૭: ખંભાળીયા- ભાણવડ રોડ પર આજે વહેલી સવારે અત્યંત ઝાકળમાં વાતાવરણમાં એક બોલેરો ગાડી અને એક વેગનાર કારના અકસ્માતમાં એક યુવાનનું મૃત્યુ તથા બે ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા.
ખંભાળીયા ભાણવડ રોડ પર કોટ ગામ પાસે ભાણખોખરીથી બોલેરો ૭૫ વાળો નં.જીજે- ૩૭-વી-૦૪૪૬ વાળો ધાણા ભરીને જતો હતો ત્યારે સામેથી જીજે.૦૧ એચકયુ ૫૫૭૩ વાળો અથડાતા કારમાં તથા બોલેરોમાં આગ લાગતા વહેલી સવારે અંધકારમાં બે કાર સળગતા રોડ બંધની સ્થિતી થઇ ગઇ હતી.
બનાવની જાણ થતા ૧૦૮ની ટીમ તથા પોલીસ અને ખંભાળીયા ફાયરબ્રિગેડના જવાનો યોગેશભાઇ પાથર તથા જયપાલસિંહ દાંતા પહોંચી ગયા હતા તથા આગને કાબુમાં લીધી હતી પણ વેગનાર આખી સળગી ગઇ હતી જે સી.એન.જી ગેસવાળી પણ હતી.આ અકસ્માતમાં એક યુવાનનું મૃત્યુ નિપજ્યુ હતુ જયારે બે ને ગંભીર ઇજા સાથે જામનગર ખસેડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આ બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
