<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th March 2026

હળવદમાં વાડીએ ઝેરી દવા પી રણજીત તડવીએ આપઘાત કર્યો

બનાવને બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી : આપઘાતનું કારણ અકબંધ

રાજકોટ : તા.૧૭ હળવદનાં વેગડમાં રહેતાં યુવકે ગઇ કાલે શંકર રાઠોડની વાડીએ ઝેરી દવા પી જતાં સારવાર અર્થે હળવદ અને મોરબી બાદ વધુ તબિયત લથડતાં રાજકોટ ખસેડવામાં આવ્‍યા હતા. અહીં તેમણે દમ તોડી દેતા પરિવારમાં કલ્‍પાંત મચી ગયો હતો.

આ ઘટનાની વિગત એવી છે કે, હળવદનાં વેગડ ગામે રહેતાં રણજીતભાઇ રાજુભાઇ તડવી (ઉ.વ.૩૫)એ અકળ કારણોસર ગઇ કાલે શંકર રાઠોડની વાડીએ હતા ત્‍યારે ઝેરી દવા પી લીધી હતી. જેને પગલે તેમને પ્રથમ હળવદ અને મોરબી બાદ વધુ સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતા. જ્‍યાં તેમણે દમ તોડી દેતા પરિવારનાં કલ્‍પાંત મચી ગયો હતો.

મૃતક રણજીતભાઇ પોતે મૂળ છોટાઉદેપુર કવાંટનાં હતા અને વેગડમાં શંકર રાઠોડની વાડીએ મજૂરી કરી પરિવારનુંગુજરાન ચલાવતા હતા. તેઓ પરિણીત હતા અને સંતાનમાં ૧ દીકરો અને ૧ દીકરી હોવાનું માલૂમ પડયું છે. તેઓ બે ભાઇમાં મોટા હતા. તેમણે કયાં કારણોસર આ પગલું ભર્યું તેને લઇને પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે. 

(10:51 AM IST)