News of Tuesday, 17th March 2026
બગસરામાં પૂ. મોરારીબાપુના હસ્તે ઝવેરચંદ મેઘાણી સ્મૃતિનુ લોકાર્પણ
ઐતિહાસિક પીએમ શ્રી રાષ્ટ્રીય ઝવેરચંદ મેઘાણી શાળા નં.૧માં પરસોતમભાઇ રૂપાલા, જે.વી. કાકડીયા, પૂ. ભકિતરામબાપુ,પરિમલ બી. પંડયા સહિતના ઉપસ્થિત : ગુજરાત સરકાર પ્રેરિત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સર્કિટ અંતર્ગત સ્થાપિત મેઘાણી સ્મળતિ માટે આર્થિક સહયોગ પヘમિ ગુજરાત વીજ કંપની લિ.નો તથા પરિકલ્પના ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણીની છે. તે સમયની આ ઐતિહાસિક મિડલ સ્કૂલમાં ૧૯૦૭થી ૧૯૦૯ દરમિયાન ઝવેરચંદ મેઘાણીએ અભ્યાસ કર્યો હતો.

રાજકોટ, તા.૧૭: મહાત્મા ગાંધીએ જેમને રાષ્ટ્રીય શાયરના ગૌરવપૂર્ણ બિરૂદથી નવાજેલા તેવા સાહિત્યકાર, લોકસાહિત્યના સંશોધક, પત્રકાર અને સ્વાતંત્ર્ય-સેનાની ઝવેરચંદ મેઘાણીના વડવાઓના વતન બગસરા (જિ. અમરેલી) સ્થિત ઐતિહાસિક પીએમ શ્રી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી શાળા નંબર ૦૧ ખાતે મેઘાણી સ્મળતિનું લોકાર્પણ વિશ્વવંદનીય પૂ. મોરારિબાપુના વરદ્-હસ્તે કરવામાં આવ્યું હતું. પૂ. મોરારિબાપુએ મોટી સંખ્યામાં ઉપસ્થિત શાળાનાં વિદ્યાથીઓને આશીર્વાદ આપ્યા હતા. નવી પેઢી આપણી ગૌરવવંતી સંસ્કળતિ-સાહિત્યની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત થાય તેમજ રાષ્ટ્ર-ભાવના અને જીવન-મૂલ્યોનું સંસ્કાર-સિંચન થાય તે આશયની ગુજરાત સરકાર પ્રેરિત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સર્કિટ અંતર્ગત મેઘાણી સ્મળતિની સ્થાપના ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મળતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી દ્વારા પヘમિ ગુજરાત વીજ કંપની લિ.ના આર્થિક સહયોગથી કરવામાં આવી છે. તે સમયની આ ઐતિહાસિક મિડલ સ્કૂલમાં ૧૯૦૭થી ૧૯૦૯ દરમિયાન ઝવેરચંદ મેઘાણીએ અભ્યાસ કર્યો હતો જે ખાસ ઉલ્લેખનીય છે. રાજકોટ લોકસભા સાંસદ પરશોત્તમભાઈ રૂપાલા, ધારી-બગસરા-ખાંભાના ધારાસભ્ય જે. વી. કાકડીયા, માનવ મંદિર (સાવરકુંડલા)ના ભક્તિરામબાપુ, અમરેલી જિલ્લા વિકાસ અધિકારી પી. બી. પંડ્યા (આઈએએસ), વી. એસ. ગઢવી (નિવળત્ત આઈએએસ), ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ, ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ સંઘના ચેરમેન પરાગભાઈ ત્રિવેદી, બગસરા નગરપાલિકા પ્રમુખ જયોત્સનાબેન રિબડીયા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મનોજભાઈ મહિડા, જિલ્લા આંકડા અધિકારી ડી. એ. ગોહિલ, મામલતદાર પી. એ. ભીંડી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી હિનાબેન ચાવ, બીઆરસી કોર્ડિનેટર જગદીશભાઈ વેકરીયા, શાળાના આચાર્ય દિવ્યેશભાઈ દૂધરેજીયા અને શિક્ષકગણ, સંગીતની દુનિયાના નીલેશભાઈ વાવડીયા (મહુવા), ભરતભાઈ ચાંદ્રાણી (જલારામ વીરપુર) લવકુભાઈ વાળા (હાલરીયા), મુંબઈથી બળહદ મેઘાણી-પરિવારના પરેશભાઈ, અતુલભાઈ, હર્ષભાઈ અને હિરેનભાઈ, ભક્તકવિ પદ્મશ્રી દુલા ભાયા કાગ પરિવારના જયદેવભાઈ કાગ, જૈન અગ્રણીઓ ભરતભાઈ સોમાણી અને યશવંતભાઈ સોમાણી, શિવા ગળપના નિતેશભાઈ ડોડીયા, બાળ કેળવણી મંદિરના ચેતનભાઈ શાહ, શ્રીજી ગોલ્ડ પ્લેટિંગના ભાવેશભાઈ ભાલાણી, ચોટીલાથી શિક્ષણ-જગતના કિરીટસિંહ રહેવર (મામા), મહિપતસિંહ વાઘેલા અને ઉગ્રસેનસિંહ ગોહિલ, બ્રીજભાઈ ઠક્કર (દિલ્હી), વાલજીભાઈ પિત્રોડા (રાજકોટ), રમેશભાઈ બદ્રેશિયા (મોટી વાવડી), સગુણાબેન નલિનભાઈ ભટ્ટ (વડોદરા), વિનોદભાઈ મિષાી (ભરૂચ)ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. મેઘાણી સ્મળતિમાં પૂર્ણકદની મનોરમ્ય મેઘાણી-પ્રતિમા, 6x3x1 ફૂટના આકર્ષક કાચના કબાટમાં ઝવેરચંદ મેઘાણી કળત 100 જેટલાં પુસ્તકોનો મેઘાણી-સાહિત્ય કોર્નર, ગુજરાતી સાહિત્યની અમર કળતિઓનો સાહિત્ય સરવાણી કોર્નર તથા ઝવેરચંદ મેઘાણીના રેખાચિત્ર, હસ્તાક્ષર અને ઈતિહાસને આલેખતી 4.5x3.5 ફૂટની કાળા ગ્રેનાઈટની કલાત્મક મેઘાણી-તકતીની સ્થાપના કરવામાં આવી છે. પરિકલ્પના પિનાકી મેઘાણી, શિલ્પ-સ્થાપત્ય ખ્યાતનામ શિલ્પકારો મયુરભાઈ વાકાણી (તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટેલિવઝન સિરિયલના સુંદરલાલ), આંનદભાઈ ટીકે અને હેમાલીબેન વાકાણી તથા મેઘાણી-સાહિત્ય કોર્નર, મેઘાણી-તક્તી અને મેઘાણી-પ્રદર્શનનું નિર્માણ વાલજીભાઈ પિત્રોડાનું છે. પૂ. મોરારિબાપુના પારસમણિરૂપી શુભાશિષ થકી વડવાઓના વતન બગસરા ખાતે મેઘાણી સ્મળતિની પરિકલ્પના આઠ દાયકાઓ પછી પરિપૂર્ણ થઈ છે તેમ પિનાકી મેઘાણીએ લાગણીભેર જણાવ્યું હતું.
આલેખનઃ
પિનાકી નાનકભાઈ મેઘાણી
ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન (મો. ૯૮૨૫૦૨૧૨૭૯)
(11:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
