News of Tuesday, 17th March 2026
શુક્રવારથી જુનાગઢ ઉપલા દાતારની જગ્યા ખાતે શિવ મહાપુરાણ કથાઃ મહંત ભીમબાપુના સાનિધ્યમાં આયોજન

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧૭ :.. કોમી એકતાના પ્રતિક એવા ઉપલા દાતારની જગ્યા ખાતે મહંત ભીમબાપુ ગુરૂશ્રી પટેલબાપુ દ્વારા આગામી તા. ર૦ માર્ચથી તા. ર૬ માર્ચ ગુરૂવાર સુધી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ કથાનું આયોજન કરાયું છે.
જેમાં દરરોજ બપોરે ર થી પ શાષાી શ્રી દેવેન્દ્રાચાર્યજી મહેતા (બિલખાવાળા) કથાનું રસપાન કરાવશે. કથા દરમ્યાન નિષ્ઠલ સ્વરૂપ પ્રાગટય શિવ વિવાહ ગણેશજી જન્મોત્સવ કાર્તિકેય પ્રાગટય શિવ અવતાર કથા સહિતના પ્રસંગો ઉજવાશે. આ કથા શ્રવણનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને પૂ. ભીમબાપુએ ભાવભર્યુ નિમંત્રણ પાઠવ્યું છે
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
