News of Tuesday, 17th March 2026
ધોરાજી પોલીસે બાઇક ચોરીનો ભેદ ઉકેલ્યોઃ સાગર સાગઠીયાની ધરપકડ
જૂનાગઢના મજેવડી ગેઇટ પાસેથી સાગ્રીત સાથે મળી બાઇક ચોર્યાની કબુલાત આપી

રાજકોટ તા. ૧૭: ધોરાજી સીટી પોલીસે બાઇક ચોરીનો ભેદ ઉકેલી ચોરાઉ બાઇક સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.
રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર તથા મદદનીશ પોલીસ અધિક્ષક સિમરન ભારદ્વાજ ધોરાજીએ મિલકત સંબંધીત ગુનાઓ શોધી કાઢી આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય જે અનુસંધાને ધોરાજી સીટી પોલીસ ખાતે વાહન ચોરીનો ગુનો અજાણ્યા ચોર ઇસમો સામે દાખલ થયેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સપેકટર કે. એસ. ગરચરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સના પો. સબ ઇન્સ. આર. બી. બલદાણીયા તથા સ્ટાફ ૭૦ જેટલા સી.સી.ટીવી કેમેરા ચકાસી આરોપીઃ સાગર સ/ઓફ મનસુખભાઇ સાગઠીયા ઉ.વ.૧૯, રહે. ગામ-વાડલા તા. તાલાલા જી. ગીર-સોમનાથને ચોરાઉ બાઇક હિરો સ્પ્લેન્ડર જેના રજી. નં. જીજે-૦૩-કેએફ-૦પર૯ કી. રૂ. ર૦,૦૦૦/- સાથે ઝડપી લીધો હતો.
પકડાયેલ આરોપીએ તેના સહઆરોપીઓ સાથે મળી ગઇ તા. ૯-૩-ર૦ર૬ના રોજ જુનાગઢ જીલ્લાના મજેવડી ગેટ પાસેથી એક હિરો કંપનીનું સ્પ્લેંડર મોટર સાયકલ ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ છે. તેમજ આરોપી અગાઉ જેતપુર પોલીસ મથકમાાંે ચોરીના ગુન્હામાં પકડાઇ ચૂકયો છે.આ કાર્યવાહી ધોરાજીના એ.એસ.આઇ. એમ. આર. રાડા, પો. હેડ કોન્સ. વાસુદેવસિંહ જાડેજા, પો. હેડ કોન્સ. નારણભાઇ પંપાણીયા, મીલનભાઇ કાનગડ, મીલનભાઇ ડવેરા, મીરાબેન ડાંગર, પો. કો. રાજુભાઇ ભોળદરીયા, બળદેવભાઇ છેલાણા તથા હર્ષદભાઇ સોઢા સહિતના સ્ટાફે કરી હતી.
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
