News of Tuesday, 17th March 2026
જેતપુરમાં ૨૯મીએ ગણાત્રા પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજીનો ભવ્ય હવન યોજાશે
યજ્ઞ, બીડું હોમવાનો પ્રસંગ અને મહાપ્રસાદનો ત્રિવેણી સંગમ

રાજકોટ : સમસ્ત ગણાત્રા પરિવાર દ્વારા આગામી ચૈત્ર સુદ ૧૧, તા. ૨૯-૦૩-૨૦૨૬ ને રવિવારના રોજ જેતપુર મુકામે કુળદેવી શ્રી ભવાની માતાજી તેમજ સુરાપુરા બાપાના સાનિધ્યમાં ભવ્ય હવનનું આયોજન ‘‘ગુજરાતીની વાડી'', રામકળષ્ણ નગર, ગૌશાળા પાસે, જેતપુર ખાતે કરવામાં આવ્યું છે.
કાર્યક્રમની રૂપરેખાઃ યજ્ઞ વિધિ પ્રારંભઃ સવારે ૦૭ કલાકે, બીડું હોમવાનો પ્રસંગઃ બપોરે ૦૧ કલાકે, મહાપ્રસાદઃ બપોરે ૦૧:૩૦ કલાકે.
આ મહોત્સવને સફળ બનાવવા માટે દિવ્ય સ્થાપકઃ સ્વ. કાંતીલાલ ઓધવજીભાઈ ગણાત્રા, મુખ્ય વ્યવસ્થાપકઃ ધર્મેન્દ્રભાઈ કાંતીલાલ ગણાત્રા (મો. ૮૭૫૮૦ ૮૮૭૬૯), સહ વ્યવસ્થાપકઃ જીજ્ઞેશભાઈ એમ. ગણાત્રા - રાજકોટ (મો. ૯૬૩૮૫ ૧૬૬૬૭), વિમલભાઈ બી. ગણાત્રા - રાજકોટ (મો. ૯૮૨૫૫ ૧૩૨૧૬), સુનિલભાઈ એન. ગણાત્રા - રાજકોટ (મો. ૯૮૨૫૫ ૪૪૭૬૭) જહેમત ઉઠાવી રહ્યા છે.
હવનમાં પૂજામાં બેસવા ઈચ્છુક દંપતીઓએ હવનની તારીખના ૮ દિવસ અગાઉ નામ નોંધાવવા જરૂરી છે. હવન માટેનો ડ્રો તા. ૨૫-૦૩-૨૦૨૬ ને બુધવારે ઓનલાઈન મીટિંગ દ્વારા કરવામાં આવશે.
વધુ માહિતી તેમજ નામ નોંધાવવા માટે અમરેલી : નરેન્દ્રભાઈ સૂર્યકાન્તભાઈ ગણાત્રા - ૯૪૨૮૮ ૬૧૯૭૨, સાવરકુંડલા : સુરેશભાઈ રામજીભાઈ ગણાત્રા - ૯૪૦૮૧ ૦૫૬૨૦, વડોદરાઃ રાજુભાઈ મંગળદાસભાઈ ગણાત્રા - ૯૪૨૬૫ ૧૦૫૪૪ , અમદાવાદ : વિપુલભાઈ કાંતિલાલ ગણાત્રા - ૯૪૨૭૪ ૪૦૧૪૧, જૂનાગઢ : ગોપાલભાઈ વી. ગણાત્રા - ૯૯૯૮૨ ૦૨૯૮૪, ભાવનગર : અલ્પેશ પ્રવિણભાઈ ગણાત્રા - ૯૮૨૫૨ ૦૫૦૦૪, આણંદ : મનિષભાઈ જ્યોતિલાલ ગણાત્રા, આફ્રિકાઃ જયેશભાઈ પ્રવિણભાઈ ગણાત્રાનો સંપર્ક કરવો.
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
