News of Tuesday, 17th March 2026
સુરેન્દ્રનગર જિલ્લાના ૪ ગામોમાં સૌથી મોટી વીજ ચોરીનું નેટવર્ક
ખાનગી થાંભલા નાખી વીજળી ચોરી કરી વેચાણ કરી રૂપિયા કમાવવામાં આવતા હોવાનો ધડાકો

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૧૭: સુરેન્દ્રનગર જિલ્લાના વીજલોસ ૨૫% નજીક પહોંચી ગયો છે ત્યારે હવે સુરેન્દ્રનગર પીજીવીસીએલ વિભાગ અને સુરેન્દ્રનગર પોલીસ વિભાગની ટીમ દ્વારા સતત ચેકિંગ કામગીરી હાથ ધરી અને ગ્રામીણ વિસ્તારોમાં થતી વીજ ચોરી ઉપર દરોડા પાડવામાં આવી રહ્યા છે અને કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે ત્યારે લીંબડી સાયલા અને આજુબાજુના ગ્રામીણ વિસ્તારોમાં પણ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું અને પીજીવીસીએલ વિભાગની ટીમ દ્વારા ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં સૌથી મોટું વીજ ચોરીનું કૌભાંડ ઝડપાયું છે પોલીસ અને વીજ વિભાગની સ્ટેટની ટીમો દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા ત્યારે પીજીવીસીએલ વિભાગની અલગ અલગ ૧૨૦ જેટલી ટીમો અને પોલીસ વિભાગના ૩૦૦ થી વધુ પોલીસ અધિકારીઓ અને પોલીસ તેનાત રાખી અને બરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી
જેમાં નોલી સૌકા લાખાવાડ રામપરા વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા. વીજ ચોરીનું નેટવર્ક ઝડપાયા બાદ તપાસ કરવામાં આવતા આ ગામોમાં ખાનગી વિજ થાંભલાઓ ઊભા કરી અને મુખ્ય લાઈન માંથી ગેરકાયદેસર રીતે વાયર મારફતે જોડાણ આપી અને પાવર ગામ સુધી લઈ જવામાં આવતો અને ત્યારબાદ વીજ ચોરીનો પાવર ગામમાં વેચાણથી આપવામાં આવતો હતો અને આ પ્રકારનું કળત્ય છેલ્લા અનેક વર્ષોથી કરવામાં આવતા હોવાનો પણ તપાસમાં ધડાકો થયો છે ત્યારે આ સંદર્ભે તમામ વાયર થાંભલાઓ જપ્ત કરવામાં આવ્યા છે ૧૦ જેટલા વીજ થાંભલાઓ જપ્ત કરી અને આ કોના દ્વારા કળત્ય કરવામાં આવ્યું છે તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે
વીજ વિભાગ દ્વારા ૨.૫૩ કરોડ રૂપિયાનો દંડ પણ અલગ અલગ વીજળી ઝડપાયેલા એકમોને ફટકારવામાં આવ્યો છે. પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા બાદ ગ્રામીણ વિસ્તારોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો હતો ત્યારે ખાસ કરીને ઘર માં તાળા મારી અને વીજ ચોરી કરતા તત્વો નાસી ગયા હતા પરંતુ તે છતાં પણ પોલીસ વિભાગની ટીમો દ્વારા ઘરના તાળા તોડી અને ત્યારબાદ બીજી વીજીસીએલ વિભાગની ટીમોને અંદર ચેકિંગ માટે મોકલવામાં આવી હતી જો કે ગ્રામીણ વિસ્તારના લોકોએ એવો આરોપ લગાવ્યો હતો કે તેમની તિજોરીમાં પડેલા રૂપિયા અને કીમતી ઘરેણાની ઉઠાંતરી ચેકીંગ દરમિયાન કરી નાખવામાં આવી છે પરંતુ આ સંદર્ભે પણ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે માત્ર બચાવ માટે આ પ્રકારના આરોપ લગાવી રહ્યા છે તેમાં કોઈપણ પ્રકારનું તથ્ય નથી
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
