<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th March 2026

આડેસર ચેક પોસ્‍ટ ઉપર પસાર થનાર ટ્રકમાં ૭૯ લાખનો દારૂ ઝડપાયોઃ૬રર ચોખાના કટા કબ્‍જે

કચ્‍છ પોલીસની કામગીરીઃ બાતમી આધારે ટ્રક ઝડપાઇ ગયોઃ હરિયાણાના બે શખ્‍સો પકડાયા

ભૂજ તા. ૧૭ :..  પોલીસ અધિક્ષક સાગર બાગમાર, પૂર્વ કચ્‍છ ગાંધીધામ નાઓએ પ્રોહિબિશનની બદી નેસ્‍ત નાબુદ કરવા  સુચના આપેલ હોઈ. જે અનુસંધાને ના.પો.અધિ. સાગર સાંબડા, ભચાઉ વિભાગ ભચાઉ ના  માર્ગદર્શન મુજબ આડેસર પોલીસ સ્‍ટેશનના  વી.એ.સેંગલ  આડેસર પોલીસ ચેક પોસ્‍ટ ખાતે વાહન ચેકીંગ  કરતા હતા. તે દરમ્‍યાન પોલીસ ઈન્‍સપેક્‍ટર વી.એ.સેંગલ નાઓને મળેલ બાતમી આધારે આડેસર ચેક પોસ્‍ટ પરથી ટાટા કંપનીની ટ્રક રજી નં.એચઆર ૪૬.ચ્‍.૧૯૯૩ વાળામાંથી ચોખાના કટ્ટાઓની આડાશમાં સંતાડેલ પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બે ઈસમોને પકડી પાડી તેમના વિરુધ્‍ધ કાર્યવાહી કરવામાં આવેલ છે.

કબજે કરેલ મુદ્દામાલ નીચે મુજબ  રોયલ સ્‍ટગ સુપીરીયલ વ્‍હીસ્‍કી  ૩૪૪૪  બોટલ, ૪૪,૭૭,ર૦૦, સુપર જુબેલી સ્‍પેશીયલ વ્‍હીસ્‍કી બોટલ ૧૧૮૮, ૧૩,૦૬,૮૦૦ કિ., સુપર જુબેલી સ્‍પેશીયલ વ્‍હીસ્‍કી કવોટર ૭૬૮૦, બોટલ, ર૧,૧ર૦,૦૦૦, કિ., ટાટા કંપનીનું ટ્રક રપ,૦૦,૦૦૦,  ચોખાના કટ્ટા નંગ ૬રર ૭,૦૯,૦૮૦, એન્‍ડ્રોઇડ મોબાઇલ ફોન નંગદ ૧, પ૦૦૦, રોકડા રૂપિયા ૪રપ૦, કુલ ૧ર,૩૧ર બોટલ મળી ૧,૧૧,૧૪,૩૩૦ નો મુદામાલ કબ્‍જે કરેલ છે.

પકડાયેલ આરોપી

(૧) નુરદિન સ/ઓફ મગતુ જાતે.ડુમ(મીરાસી) ઉ.વ.૪૩ રહે.સાનીલા તા.બોન્‍દ જી.ચરખીદાદરી હરીયાણા (૨) શ્રી ભગવાન સ/ઓફ ઉદેસીંગ જાતે.ચમાર ઉ.વ.૫૧ રહે. સાનીલા તા.બોન્‍દ જી.ચરખીદાદરી હરીયાણા - હાજર ન મળી આવેલ આરોપીઃ- (૧) યોગેશ સ/ઓફ સત્‍યવીરસિંગ રહે.ચરખી તા.બોન્‍દ જી.ચરખીદાદરી હરીયાણા(દારૂનો જથ્‍થો મોકલનાર) (૨)રવિ જાતે. જાટ રહે.દાદરી તા.બોન્‍દ જી.ચરખીદાદરી હરીયાણા(દારૂનો જથ્‍થો મોકલનાર) (૩) વિક્રાંત સ/ઓફ ઇશ્વરસિંગ રહે.ચિરી તા.જી.રોહટક તા.જી.હરીયાણા (ટ્રક માલિક તથા દારૂનો જથ્‍થો મોકલનાર) (૪) એક અજાણ્‍યો માણસ (દારૂનો જથ્‍થો મોકલનાર) (૫) નવઘણ જાતે.રાજગોર રહે.ભુજ (દારૂ નો જથ્‍થો મંગાવનાર) (૬) અનોપસિંહ રાઠોડ રહે.કેરા (દારૂ નો જથ્‍થો મંગાવનાર)(૭) દેવો કાપડી રહે. આદિપુર (દારૂ નો જથ્‍થો મંગાવનાર) (૮)ગોપાલસિંહ વાઘેલા રહે.ભુજ (દારૂ નો જથ્‍થો મંગાવનાર) આ કામગીરી પોલીસ ઈન્‍સપેક્‍ટર તથા પો.હેડ.કોન્‍સ.અણદાભાઈ જેઠુરભાઈ તથા ગાંડાભાઈ અણદાભાઈ તથા ભરતજી વદનજી તથા શિરીષભાઈ ઈશ્વરભાઈ તથા પો.કોન્‍સ. રાજાભાઈ રામાભાઈ તથા મહેન્‍દ્રસિંહ ગણપતસિંહ તથા મુકેશજી તરસંગજી તથા ઈશ્વરભાઈ અમરાભાઈ તથા જી.આર.ડી સભ્‍યો દ્વારા કરવામાં આવેલ છે.

(1:34 PM IST)