<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th March 2026

ગુરૂવારે ભુપેન્‍દ્રભાઇ જામનગરમાં

હાપા યાર્ડમાં ખેડૂત ભોજનાલય-આરામ ગૃહનું લોકાર્પણઃ ખેડૂત સંમેલન

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧૭ :.. શ્રી ખેતીવાડી ઉત્‍પન્‍ન બજાર સમિતિ-હાપા દ્વારા નવનિર્મિત ખેડૂત ભોજનાલય તથા ખેડૂત આરામ ગૃહનું લોર્કાપણ ગુજરાત રાજયના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ, હસ્‍તે યોજવામાં આવેલ છે. આ પ્રસંગે વિશાળ ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે. આ તકે વિશેષ ઉપસ્‍થિતિ અર્જુનભાઇ મોઢવાડીયા,  (જિલ્લા પ્રભારી મંત્રીશ્રી) પુનાબેન માડમ, (સંસદ સભ્‍ય જામનગર), રીવાબા જાડેજા (રાજય મંત્રી ઉચ્‍ચ શિક્ષણ), રાઘવજીભાઇ પટેલ (જામનગર ગ્રામ્‍ય), મેઘજીભાઇ ચાવડા (ધારાસભ્‍ય, કાલાવડ), દિવ્‍યેશભાઇ અકબરી (જામનગર શહેર)  ડો. વિનોદ ભંડેરી, અધ્‍યક્ષ જિલ્લા ભાજપ, બિનાબેન કોઠારી (શહેર ભાજપ) ઉપસ્‍થિત રહેશે. આ કાર્યક્રમ ૧૯ ગુરૂવાર સવારે ૮-૩૦ કલાકે માર્કેટ યાર્ડ હાપા, જામનગર ખાતે યોજાશે. ઉપસ્‍થિત રહેવા હિતેશભાઇ પટેલ, સેક્રેટરી, હીરેનભાઇ કોટેચા, વા. ચેરમેન, મુકુંદભાઇ સભાયા ચેરમેન, તથા ડીરેકટરે અશ્વિનભાઇ છૈયા, પ્રદ્યુમનસિંહ જાડેજા, જશપાલસિંહ ઝાલા, દયાળજીભાઇ ભીમાણી, વિપુલભાઇ કોરડીયા, જમનભાઇ ભંડેરીઘ, ચંદ્રેશભાઇ સોજિત્રા, ઉમેદસંગ જાડેજા, જીતેનભાઇ પરમાર, વિરેશભાઇ મહેતા, સંજયભાઇ ભંડેરી, જયેશભાઇ સાવલીયાએ આમંત્રણ પાઠવ્‍યુ છે.

(1:05 PM IST)