<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th March 2026

જામનગર ગ્રામ્‍ય ડિવિઝનના પંચ-એ. ધ્રોલ, જોડીયા, કાલાવડ વિસ્‍તારના ૧૦૬ આરોપીઓના વિજ મિટર ચેક કરીને રૂા. ૧૨,૬૦,૦૦૦નો વીજ દંડ તથા ૩૫ વીજચોરીના તથા પ્રોહિબિશનના ગુન્‍હા દાખલ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.,૧૭ :  નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય, રાજકોટ વિભાગ, રાજકોટ તથા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની, જામનગર જીલ્લા દ્વારા દારૂ જુગારના લિસ્‍ટેડ બુટલેગરો, હીસ્‍ટ્રીશીટર, એન.ડી.પી.એસ.ના આરોપીઓ, ટપોરીઓ, વારંવાર શરીર સંબંધી અને મિલકત સંબંધી ગુન્‍હો કરવાની ટેવવાળા અસામાજીક તત્‍વોને ચેક કરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ હોય.

જે અનુસાર નાયબ પોલીસ અધિક્ષક મીત રૂદલાલના માર્ગ દર્શન હેઠળ જામનગર ગ્રામ્‍ય ડિવિઝનના પંચ-એ ધોલ, જોડીયા, કાલાવડ ટાઉન તથા કાલાવડ ગ્રામ્‍ય પોસ્‍ટે વિસ્‍તારના દારૂ જુગારના લિસ્‍ટેડ બુટલેગરો, હીસ્‍ટ્રીશીટર,એન.ડી.પી.એસના ગુન્‍હેગારો, ટપોરીઓ, વારંવાર શરીર સંબંધી અને મિલકત સંબંધી ગુના કરવાની ટેવવાળા અસામાજીક તત્‍વોનું લિસ્‍ટ બનાવી પોલીસ સ્‍ટેશનની અલગ-અલગ પોલીસ ટીમો બનાવવામાં આવેલ અને પી.જી.વી.સી.એલ. ટીમને પણ સાથે રાખી આરોપીઓના રહેણાક સ્‍થળે અને ધંધાકીય સ્‍થળે ચેક કરવામા આવેલ  દરમ્‍યાન આરોપીઓના કબ્‍જામાંથી ગેરકાયદેસર દેશી દારૂ મળી આવતા પ્રોહિબીશનના કુલ - ૦૩ કેશો કરવામાં આવેલ અને આરોપીઓના રહેણાક અને ધંધાકીય સ્‍થળોમાં પી.જી.વી.સી.એલ.ની ટીમને સાથે રાખી ચેક કરતા કુલ ૩૨ જેટલા આરોપીઓને  ત્‍યાં ગેરકાયદેસર વિજ કનેકશનો મળી આવતા કુલ રૂપિયા ૧૨,૬૦,૦૦૦ નો દંડ કરવામાં આવેલ અને કુલ - ૩૨ આરોપીઓ વિરુધ્‍ધ ગુન્‍હો દાખલ કરવામાં આવેલ છે. અને પોસ્‍ટે વાઇઝ  આરોપીઓને ચેક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

(1:09 PM IST)