<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th March 2026

સોમનાથમાં કાલે સૂર્યાસ્‍તથી સૂર્યોદય કાર્યક્રમઃ ૩૦૦ કલાકારોની રંગારંગ પ્રસ્‍તુતિ

સંસ્‍કાર ભારતી આયોજિત પ્રભાસોત્‍સવમાં રાજયના કલાકારો આવશે સ્‍વદેશી અને સ્‍વાભિમાન સાથે રંગ ધરોહર યાત્રામાં પ્રભાસક્ષેત્રની ઝાંખીઓ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ તા.૧૭ઃ સોમનાથ મહાદેવનાં સાનિધ્યમાં રામ મંદિર ઓડિટોરીયમ ખાતે તા.૧૮ના સૂર્યાસ્તથી ૧૯ માર્ચ સવારે સૂર્યોદય સુધી સંસ્કાર ભારતી આયોજિત પ્રભાસોત્સવમાં રાજયના ૨૫૦થી ૩૦૦ કલાકારોની રંગારંગ પ્રસ્તુતિ કરી ચૈત્રી નવા વર્ષને આવકારશે.
સોમનાથ દાદાની ભૂમિ પર છેલ્લા ૧૯ વર્ષથી પ્રતિવર્ષ ઉજવાતો આ કાર્યક્રમમાં ગુજરાતના દરેક જિલ્લાના ૨૫૦થી ૩૦૦ જેટલા કાલાકારો ભાગ લેશે. હરિ અને હરની આ ભૂમિમાં યોજાનારા આ કાર્યક્રમમાં આ વર્ષે સ્વદેશી અને સ્વાભિમાનની થીમ સાથે રંગ ધરોહર યાત્રા પણ યોજાશે. જેમા પ્રભાસક્ષેત્રની ઝાંખીઓ દર્શાવાશે. ચૈત્રી નૂતનવર્ષના પ્રથમ સૂર્યકિરણને વધાવવા યોજાતા આ કાર્યક્રમમાં ખ્યાતનામ કલાકારો પણ ભાગ લઈ રહ્ના છે. જેમા અભેસિંગ રાઠોડ, શાહબુદ્દિન રાઠોડ, રાધા વ્યાસ, લલીતા ઘોડાદ્રા, હાજી રમકડુ ઢોલના સથવારે તાલ મિલાવશે. સમગ્ર કાર્યક્રમ અંગે સંસ્કાર ભારતીના પંકજ ઝાલા, સુરૂભા જાડેજા સહિત ટીમ દ્વારા તૈયારીઓ થઈ રહી છે
આ કાર્યક્રમ ના સમારોહ ના અધ્યક્ષ કલેકટર ઍન વી ઉપાધ્યાય, વિશેષ ઉપસ્થિતમા રેન્જ ડી આઈ જી રાજેન્દ્રસિંહ ચુડાસમા, સોમનાથ ટ્રસ્ટ ના ટ્રસ્ટી જે ડી પરમાર, સમારોહના ઉદઘાટક જીલ્લા પોલીસ વડા જયદિપસિંહ જાડેજા,ઍડીશનલ કલેકટર યોગેશ જોષી, ઉપસ્થિત મહાનુભાવો મા સંસ્કાર ભારતી પશ્વિમ ક્ષેત્રના પ્રમુખ ચન્દ્રકાંત ઘરાટે, જીલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન મુશાળ, નગરપાલિકા ના પ્રમુખ પલ્લવીબેન જાની સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે.(૨.૯)

(1:33 PM IST)