તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th March 2026
ઉના પંથકમાં કરુણાંતિકા :દાંડી ગામમાં લગ્નના 22 દિવસમાં પરિણીતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું: પતિની ધરપકડ
પતિ દ્વારા વારંવાર માર મારવામાં આવતો અને માનસિક તેમજ શારીરિક ત્રાસ અપાતો .આ ત્રાસથી કંટાળી પ્રજ્ઞાબેને આ અંતિમ પગલું ભર્યું હોવાનો આક્ષેપ

ઉના પંથકથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ઉના તાલુકાના દાંડી ગામમાં લગ્નને માત્ર 22 દિવસ જ થયા હતા ત્યારે એક પરિણીતાએ આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. મળતી માહિતી મુજબ પ્રજ્ઞાબેન નામની યુવતીએ પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. ઘટના અંગે પરિવારજનોને જાણ થતાં તરત જ પોલીસને માહિતી આપવામાં આવી હતી.
પરિણીતાના ભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેમની બહેનને તેના પતિ દ્વારા વારંવાર માર મારવામાં આવતો હતો અને તેને માનસિક તેમજ શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. આ ત્રાસથી કંટાળી પ્રજ્ઞાબેને આ અંતિમ પગલું ભર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે
ફરિયાદના આધારે પોલીસે પ્રજ્ઞાબેનના પતિ કમલેશ મજેઠીયા સામે ગુનો નોંધ્યો છે. ત્યારબાદ પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હાલ સમગ્ર મામલાની વિગતવાર તપાસ કરી રહી છે જેથી ઘટનાની સાચી હકીકત સામે આવી શકે. આ ઘટના બાદ ગામમાં ભારે દુઃખનો માહોલ જોવા મળી રહ્યો છે.
(2:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
