<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th March 2026

૪પ હજાર મેટ્રીક ટન ગેસ ભરીને ‘‘નંદાદેવી'' જહાજ વાડીનાર બંદરે પહોંચ્‍યુ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા.૧૭:  ગેસની અછત ને લઈ રાહત ના સમાચાર સામે આવ્‍યા છે. ૪૫ હજાર મેટ્રિક ટન ગેસ ભરી અને નંદાદેવી નામનું જહાજ ગુજરાત પહોંચી ચૂકયું છે. નંદાદેવી નામનું જહાજ ને હારમોસ પાર કરી ગુજરાત ના વાડીનાર બંદર ખાતે આવી પહોંચ્‍યું છે.  અંદાજિત ૪૫ હજાર મેટ્રિક ટન ગેસ નો જૂથો લઈ નંદા દેવી જહાજ હરમોશ પર કરી ગુજરાત ના વાડીનાર બંદર પર આવી પહોંચ્‍યું. નંદા દેવી જહાજ ગેસ નો જથ્‍થો લઈ ગુજરાત ના કંડલા પોર્ટ પર જવાનું હતું પરંતુ આ જહાજને હાલ ગુજરાત ના વાડીનાર બંદર ખાતે લાવવામાં આવ્‍યુ છે. વાડીનાર થી અંદાજિત ૧૦ નોટિકલ માઇલ દૂર આ જહાજ ને અનલોડિંગ કરવામાં આવશે. 

(3:32 PM IST)