<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th March 2026

જામનગર સીટી એ ડીવી. પોલીસ સ્ટેશન વિસ્તારમાં એન.ડી.પી.એસ. કેસમાં પકડાયેલ આરોપીઓના રહેણાંક મકાનોમાં વીજ ચોરી જણાતા PGVCL કંપની દ્વારા કુલ રૂ-૪૪,૫૦,૦૦૦/- નો દંડ ફટકારી કાયદેસરની કાર્યવાહી કરાવતી જામનગર સીટી એ ડીવીઝનની પોલીસ

કુલ ૧૧ આરોપીઓના તેમજ અન્ય ૩ ઇસમોના રહેણાક મકાને વીજચેકિંગ કરતા કુલ રૂ-૪૪,૫૦,૦૦૦/- નો દંડ ફટકારી મજકુર વિરૂધ્ધ કાયદેસરની ધોરણસર કાર્યવાહી કરવામાં આવી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૭ : નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય રાજકોટ વિભાગ રાજકોટ નાઓની તેમજ પોલીસ અધિક્ષક  ડો. રવી મોહન સૈની  તથા નાયબ પોલીસ અધિક્ષક જયવિરસિંહ એન. ઝાલા ના માર્ગદર્શન મુજબ કામગીરી કરી છે.

 

જામનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ.  એન.એ.ચાવડા તથા સર્વેલન્સ સ્ટાફની ટીમ તથા PGVCL કંપનીના અધિકારી તેમજ કર્મચારીઓ સાથે સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા NDPS ગુન્હાના પકડાયેલ આરોપીઓના રહેણાક મકાને વીજ ચેકિંગ કરવામા આવેલ જેમા આરોપીઓ (૧) તુષાર ઉર્ફે ટકો હરીશભાઇ ગણાત્રા રહે, હવાઇચોક જામનગર વાળાના રહેણાક મકાને વીજ ચેકિંગ કરતા ગેરકાયદેસર વીજ ચોરી કરતા પકડાય જતા રૂ.૫,૫૦,૦૦૦/- દંડ કરવામા આવેલ (૨) રીઝવાન ઉર્ફે દાણી મહમદભાઇ કોરેજા રહે. સેતાવાડ જામનગર વાળાના રહેણાક મકાને વીજ ચેકિંગ કરતા ગેરકાયદેસર વીજ ચોરી કરતા પકડાય જતા રૂ.૧,૨૦,૦00/- દંડ કરવામા આવેલ (૩) યાકુબ ઉર્ફે મુન્નો ગુલામહુશેન દરજાદા રહે. ખોજા ગેઇટ જામનગર વાળાના રહેણાક મકાને વીજ ચેકિંગ કરતા ગેરકાયદેસર વીજ ચોરી કરતા પકડાય જતા રૂ.૧,૨૫,૦૦૦/- દંડ કરવામાં આવેલ (૪) મોસીન ઉર્ફે મુસો મેહબુબભાઇ રૂમી રહે. હર્ષદમીલની ચાલી જામનગર વાળાના રહેણાક મકાને વીજ ચેકિંગ કરતા ગેરકાયદેસર વીજ ચોરી કરતા પકડાય જતા રૂ.૨,૨૫,૦૦૦/- દંડ કરવામા આવેલ (૫) કામીલરજા હસનભાઇ મેતર રહે. સેન્ટ્રલબેન્ક જામનગર વાળાના રહેણાક મકાને વીજ ચેકિંગ કરતા ગેરકાયદેસર વીજ ચોરી કરતા પકડાય જતા રૂ.૫,૫૦,૦૦૦/- દંડ કરવામા આવેલ (૬) હનીફ ઉર્ફે હનફો ચોર આમદભાઇ સમા રહે. અકબરશા મસ્જીદ જામનગર વાળાના રહેણાક મકાને વીજ ચેકિંગ કરતા ગેરકાયદેસર વીજ ચોરી કરતા પકડાય જતા રૂ.૨,૩૦,૦૦૦/- દંડ કરવામા આવેલ (૭) સોહીલ હનીફભાઇ સમા રહે. અકબરશા મસ્જીદ |જામનગર વાળાના રહેણાક મકાને વીજ ચેકિંગ કરતા ગેરકાયદેસર વીજ ચોરી કરતા પકડાય જતા રૂ.૪,૫૦,૦૦૦/- દંડ કરવામા આવેલ (૮) અસ્પાક ઉર્ફે બાટુમામા હુશેનભાઇ માડકીયા રહે. ખોજા નાકા જામનગર વાળાના રહેણાક મકાને વીજ ચેકિંગ કરતા ગેરકાયદેસર વીજ ચોરી કરતા પકડાય જતા રૂ.૧૭,૦૦,૦૦૦/- દંડ કરવામા આવેલ (૯) ગની ઉર્ફે નદીમભાઇ મેહબુબભાઇ શેખ તથા (૧૦) સમીર ઉર્ફે સેમ ઉર્ફે જીમી મેહબુબભાઇ શેખ રહે. બન્ને સુભાષ માર્કેટ જામનગર વાળાના રહેણાક મકાને વીજ ચેકિંગ કરતા ગેરકાયદેસર વીજ ચોરી કરતા પકડાય જતા રૂ.૨,૫૦,૦૦૦/- દંડ કરવામા આવેલ (૧૧) મેહમુદભાઇ મહમદભાઇ રફાઇ ના રહેણાક મકાને વીજ ચેકિંગ કરતા ગેરકાયદેસર વીજ ચોરી કરતા પકડાય જતા રૂ.૨,૫૦,૦૦૦/- દંડ કરવામાં આવેલ. એમ કુલ ૧૧ આરોપીઓના તેમજ અન્ય ૩ ઇસમોના રહેણાક મકાને વીજચેકિંગ કરતા કુલ રૂ-૪૪,૫૦,૦૦૦/- નો દંડ ફટકારી મજકુર વિરૂધ્ધ કાયદેસરની ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ કામગીરી પો.ઇન્સ. એન.એ.ચાવડા  તથા સીટી એ ડીવીઝન પો.સ્ટે. ના સર્વેલન્સ સ્ટાફ તેમજ PGVCL ના સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

(4:51 PM IST)