News of Wednesday, 18th March 2026
જામનગર ધુતારપરગામની સીમમા નાગાજળથી ધુડશીયા તરફના રસ્તેથી ઇકો કારમાંથી દેશી દારૂના જથ્થા સાથે બે આરોપીને ઝડપતી જામનગર પંચકોષી એ ડીવીઝન પોલીસ
દેશી પીવાનો દારૂ જથ્થો લીટર ૨૦૦ કિ.રૂ. ૪૦૦૦૦/-નો તથા ઉપરોકત ઇકો કાર કિ.રૂ. ૨,૦૦ ,૦૦૦/-વાળીમા દારૂની હેરાફેરી કુલ કિ.રૂ. ૨,૪૦,૦૦૦ ના મુદામાલ જપ્ત

રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય IPS તથા જામનગર જીલ્લા પોલીસ અધીક્ષક ડો. રવિ મોહન સૈની IPS એ પ્રોહી જુગારની પ્રવૃતી સંદતર નેસ્ત-નાબુદ કરવા સ્પષ્ટ સુચના કરવામા આવેલ હોય તથા ઇ.ચા. નાયબ પોલીસ અધિક્ષક મીત્ત રૂદલાલ જામ ગ્રામ્ય વિભાગ જામનગર સીધા માર્ગદર્શક હેઠળ પંચકોષી એ ડિવી પો.સ્ટે વિસ્તારમા દારૂ જુગાર શોધી કાઢવા સુચનાઓ આપવામા આવેલ હોય.
જે અન્વયે પંચકોષી એ ડિવી. પો.સ્ટે.ના પો.ઇન્સ.એમ.એન શેખ એ પંચકોષી 'એ' ડિવી પો.સ્ટે.ના સ્ટાફના માણસોને પ્રોહી જુગારના વધુમાં વધુ કેશો શોધી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા
દરમ્યાન એ.એસ.આઇ નિર્મળસિંહ બી. જાડેજા તથા એ.એસ.આઇ. કાસમભાઇ એમ.બ્લોચ તથા પો.કોન્સ. હરદેવસિંહ એમ. ઝાલાનાઓને સંયુક્ત રીતે બાતમી રાહે હકિકત મળેલ કે નાગાજળગામથી ધુડશીયા ગામમા આવતા રસ્તેથી એક ઇકો કાર રજી નં GJ 10 DR 7587 મા દેશી દારૂનો જથ્થો ભરી નીકળવાનો છે જે હકિકત અનુસંધાને પોલીસ સ્ટાફના માણસો વોચ તપાસમાં હોઇ જે દરમ્યાન ઉપરોક્ત નંબર વાળી ઇકો કાર નીકળતા સદરહુ ઇકો કારને રોકાવી ઝડતી તપાસ કરતા સદર ઇકો કારમાંથી ગે.કા પાસ પરમીટ વગર દેશી પીવાનો દારૂ જથ્થો લીટર ૨૦૦ કિ.રૂ. ૪૦૦૦૦/-નો તથા ઉપરોકત ઇકો કાર કિ.રૂ. ૨,૦૦ ,૦૦૦/-વાળીમા દારૂની હેરાફેરી કુલ કિ.રૂ. ૨,૪૦,૦૦૦ ના મુદામાલ સાથે નીચે જણાવેલ બે શખ્શોને પકડી પાડી મજકુર આરોપી વિરૂધ્ધમાં પો કોન્સ હરદેવસિંહ એમ ઝાલાનાઓએ ફરીયાદ રિપોર્ટ આપતા એ એસ આઇ. એન બી જાડેજા નાઓએ પ્રોહિબીશન ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
આરોપી (૧) બાબર ચકુભાઇ વાઘેલા જાતે-દેવીપુજક ઉ.વ. ૨૬ ધંધો-મજુરી રહે. ધુતારપરગામ સરકારી હોસ્પિટલ સામે તા.જી.જામનગર (૨) દેવજીભાઇ જેરામભાઈ વાઘેલા જાતે-દેવીપુજક ઉ.વ.૩૦ ધંધો-મજુરી રહે. ધુડશીયાગામ સરદાર પટેલ હાઇસ્કુલની બાજુમા તા.જી.જામનગર
મુદામાલ:(૧) દેશી દારૂ લીટર ૨૦૦/- કિ.રૂ. ૪૦,૦૦૦/-(૨) ઇકો કાર કિ.રૂ. ૨,૦૦,૦૦૦/-મળી કુલ મુદામાલ કિ.રૂ.૨,૪૦,૦૦૦/-
આ કાર્યવાહી પંચકોષી 'એ' ડીવી. પો.સ્ટે. ના પો. ઇન્સ. એમ એન.શેખ સાહેબ તથા પો.સબ ઇન્સ. એ.આર.પરમાર તથા એ.એસ.આઇ. નિર્મળસિંહ બી. જાડેજા તથા એ.એસ.આઇ. કાસમભાઇ એમ.બ્લોચ તથા પો.હેડ કોન્સ.ચેતનભાઇ આર. ઘાઘરેટીયા તથા પો.કોન્સ. હરદેવસિંહ એમ. ઝાલા તથા પો.કોન્સ કમલેશભાઇ એ. ખીમાણીયા વિગેરે નાઓએ કરેલ છે.
(1:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
