<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th March 2026

ભાજપ હાય હાયના નારા સાથે કાળાબજાર બંધ કરી ગૃહિણીઓને એલપીજી ગેસ બોટલ આપવા સૂત્રોચ્‍ચાર

રાંધણગેસની તંગીનો કચ્‍છમાં મહિલા કોંગ્રેસનો આક્રમક વિરોધઃ ગેસના બાટલા સાથે નનામી કાઢી : વિરોધ પ્રદર્શનમાં મહિલા કોંગ્રેસના જિલ્‍લા પ્રમુખ રાધાસિહ ચૌધરી, ગાંધીધામ મહાનગર કોંગ્રેસ પ્રમુખ ભરત ગુપ્તા સહિતના કોંગ્રેસી આગેવાનો મોટી સંખ્‍યામાં જોડાયા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૮: યુદ્ધના માહોલ વચ્‍ચે દેશમાં રાંધણગેસની તંગીની અસર કચ્‍છ સુધી અનુભવાઈ રહી છે. ત્‍યારે કચ્‍છ મહિલા કોંગ્રેસ દ્વારા ગાંધીધામ મધ્‍યે આક્રમક વિરોધ પ્રદર્શન કરી રાંધણગેસની મુશ્‍કેલી અનુભવતી ગૃહિણીઓની સમસ્‍યાને વાચા આપી હતી. ગાંધીધામની મુખ્‍ય બજારમાંથી મામલતદાર ઓફિસ સુધી ગેસના બાટલાની નનામી કાઢવામાં આવી હતી. નનામી સાથે નીકળેલી રેલીમાં ભાજપ હાય હાય, ગેસના બાટલાના કાળાબજાર બંધ કરવો, ગેસના બાટલા આપો જેવા સૂત્રોચ્‍ચાર કરાયા હતા. આ વિરોધ પ્રદર્શનમાં મહિલા કોંગ્રેસના જિલ્‍લા પ્રમુખ રાધાસિહ ચૌધરી સહિત મહિલા આગેવાનો ઉપરાંત ગાંધીધામ મહાનગર કોંગ્રેસ પ્રમુખ ભરત ગુપ્તા સહિતના કોંગ્રેસી આગેવાનો મોટી સંખ્‍યામાં જોડાયા હતા.

(10:25 AM IST)