News of Wednesday, 18th March 2026
જામનગર તાલુકાના નાની બાણુગાર અને મોટી બાણુંગાર ગામમાં બે પિતરાઈ ભાઈઓએ ગળાફાંસા દ્વારા આપઘાત કરી લેતાં ભારે ચકચાર
બન્ને પિતરાઈ ભાઈઓને પોતાના કુટુંબી મામા સાથે ઝઘડો થયા બાદ મનમાં લાગી આવતાં એક પછી એક બંને ભાઈઓએ ભરેલું અંતિમ પગલું

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા ૧૮ : જામનગર તાલુકાના નાની બાણુગાર તેમજ મોટી બાણુંગાર ગામમાં એક પરિવારમાં કરુણ જનક કિસ્સો બન્યો છે, અને બે પિતરાઈ ભાઈઓએ એક પછી એક ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લેતાં ગમગીની ફેલાઇ છે. પોતાના મામા સાથે ઝઘડો થયા બાદ આવેશમાં આવી જઈ આ પગલું ભરી લીધા નું પોલીસમાં જાહેર થયું છે.
આ ચકચારજનક બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના મોટી બાણુગાર ગામમાં રહેતા ખુમલોભાઈ રણછોડભાઈ બુડોરીયા નામના ૨૬ વર્ષના યુવાને પોતાની વાડીમાં ઇલેક્ટ્રીક પોલ મા ચુંદડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.
જે બનાવ અંગે મૃતકના ભાઈ નવલભાઇ રણછોડભાઈએ પોલીસને જાણ કરતાં પંચકોશી એ. ડિવિઝનના પી.આઈ. એન.એમ. શેખ તેમજ પીએસઆઇ એ આર પરમાર સહિતની પોલીસ ટુકડી બનાવના સ્થળે તોડી ગઈ હતી, અને મૃતદેહનો કબજો સંભાળ્યો હતો.
ત્યાં જ નાની બાણુંગાર માં રહેતા તેના પિતરાઈ ભાઈ સંદીપભાઈ ગણપતભાઈ બુડારીયા નામના યુવાને પણ ગઈકાલે પોતાની ગળાફાંસો ખાઈ લેતાં તેને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે મૃતક ના પિતા ગણપતભાઈ બુડારીયા પોલીસને જાણ કરતા પીઆઇ એમ.એમ શેખ અને તેઓની ટીમ દ્વારા આ મામલામાં પણ ઊંડાણ પૂર્વકની તપાસ હાથ ધરી હતી. પોલીસની પૂછપરછ બંને મૃતક ભાઈઓને પોતાના કુટુંબી મામા સાથે ઝઘડો થયો હતો, અને બોલા ચાલી થઈ હતી, તેનું મનમાં લાગી આવતાં બંને પિતરાઈ ભાઈઓએ એક પછી એક આત્મહત્યાના પગલાં ભરી લીધા હતા જેથી પરિવારજનોમાં ભારે શોકમગ્ન વાતાવરણ બની ગયું છે.
(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
