<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th March 2026

મુળીના ખાખરાળા ગામે ખાનગી વાહનમાં જઇ ચોટીલાની ટીમે ચેકીંગ કરતા સફેદ માટી ચોરતા ૬ વાહનો જપ્‍તઃ ત્રણની અટક

 

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૧૮: નાયબ કલેક્‍ટર ચોટીલા એચ.ટી. મકવાણાએ અને તેમની ટીમે ખાનગી વાહન દ્વારા મુળી તાલુકા ના ખાખરાળા ગામમાં આવેલ ધાવડી માં મંદિર વિસ્‍તારની આજુ બાજુમાં આવેલ સરકારી સર્વે નંબરઃ૫૨(બાવન) વાળી જમીન માં આકસ્‍મિક તપાસણી કરતા સફેદ માટી (ચાઇના ક્‍લે.)નું ખનન કરતા  (૧)       એક જે.સી.બી મશીન (૨) ટ્રેકટર ટ્રોલી સાથે જીજે-૧૩-ઇઇ-૫૪૦૯ ટ્રેકટર ટ્રોલી સાથે  જીજે-૧૩-એએચ- ૨૯૨૧ (૪) ટ્રેકટર ટ્રોલી સાથે જેના રજી નં.જીજે- ૧૩-એએચ- ૫૬૩૭ વાહનો જપ્ત કરી વાહન માલિક તથા ખનન કરનાર હરીભાઇ જોગરાણા તેમજ અત્રેના સબ ડીવીઝનમાં અલગ અલગ જગ્‍યાએ આકસ્‍મિક તપાસણી હાથ ધરવામાં આવતા (૫) ડમ્‍પર નંબર-૧ જીજે-૧૦-ટીએકસ-૭૫૫૧(સાદી રેતી) (૬) ડમ્‍પર નંબર-૨ જીજે-૨૪-એકસ-૭૨૫૦ (સાદી રેતી) જપ્ત કરી ઉકત વાહનો મળી કુલ રૂ.૧,૭૮,૬૦,૦૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરી મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવ્‍યો છે.ડમ્‍પરના માલિક (૧) પ્રવીણભાઈ મનુભાઈ ગોવાળિયા રહે. રાયપર તાલુકોઃ ગઢડા જી.બોટાદ (૨) તરકટા ગોપાલભાઈ વેરશીભાઈ રહે.ઉંમરડા તાલુકો : મુળી. ઉકત વાહન માલિકો તેમજ ખનન કરનાર વ્‍યકિતઓ સામે લેન્‍ડ ગ્રેબિંગ અને તડીપાર અંગેની કાર્યવાહી હાથ ઘરવામાં આવી છે. સાથે સાથે ખાખરાળા ગામના તલાટી ક્‍મ મંત્રી અને સરપંચશ્રી સામે શિક્ષાત્‍મક કાર્યવાહી હાથ ઘરવામાં આવી છે

(10:57 AM IST)