<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th March 2026

કાલે ભૂપેન્‍દ્રભાઇ પટેલ જામનગરમાં: વિકાસ કાર્યોની ભેટ આપશે

હાપા એપીએમસી ખાતે ખેડૂતોને સંબોધન કરશેઃ ટાઉન હોલ ખાતેથી જામનગર શહેર-જિલ્લાને રૂા. ૪૧.ર૬૧ લાખના ખર્ચે પ૭ જેટલા વિકાસ કાર્યોની ભેટ આપશેઃ રૂા. ૧૪૪.૮પ લાખના ખર્ચે ઓકસીજન પાર્કનું નિર્માણ, રૂા. ૯૮૧ લાખના ખર્ચે ગુલાબનગર ખાતે આઇટીઆઇનું બિલ્‍ડીંગ શાળાના નવા બિલ્‍ડીંગો, રૂા. ૪રપપ.૭૪ લાખના ખર્ચે સાધના કોલોની ખાતે ૩૭ર મકાનોનું પુનઃનિર્માણ, ગૌરવપથ, સબ સેન્‍ટરોના કામોનો સમાવેશ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૧૮ :.. માર્ચ, રાજ્‍યના મુખ્‍યમંત્રી  ભુપેન્‍દ્રભાઇ  પટેલ  કાલે જામનગર જિલ્લાની મુલાકાતે છે. સંભવિત સવારે ૧૦:૦૦ કલાકે એરપોર્ટ ખાતે આગમન બાદ તેઓ હાપા એપીએમસી ખાતે ખેડૂતોને સંબોધન કરશે. ત્‍યારબાદ ટાઉનહોલ ખાતેથી જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૧,૨૬૧ લાખના ખર્ચે ૫૭ જેટલા વિકાસકાર્યોની ભેંટ આપશે.

હાપા એ.પી.એમ.સી. ખાતે ખેડૂતો માટે રૂ.૮૫ લાખના ખર્ચે એ.સી. કેન્‍ટીન બનાવવામાં આવ્‍યું છે. જ્‍યાં ખેડૂતોને ૩૫ રૂપિયાના નહિવત દરે શુદ્ધ ભોજન મળશે. અને રૂ.૬૫ લાખના ખર્ચે ગેસ્‍ટહાઉસ બનાવવામાં આવ્‍યું છે. જેનું મુખ્‍યમંત્રીશ્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવશે.

મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ ટાઉનહોલ ખાતેથી  વિકાસના નવા આયામ સ્‍થાપિત કરતા વિવિધ વિભાગોના કુલ ૫૭ વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કરશે. આ તમામ કાર્યોમાં કુલ રૂ. ૪૧,૨૬૧.૪૩ લાખનો ખર્ચ થાય છે. જેમાંથી ૨૮ કામોનું ખાતમુહૂર્ત (રૂ. ૧૫,૩૦૦.૧૪ લાખ) તથા ૨૯ કામોનું લોકાર્પણ (રૂ. ૨૫,૯૬૧.૨૯ લાખ) કરવામાં આવશે.

આ કામોમાં મુખ્‍યત્‍વે પાયલોટ બંગલોથી પંચવટી સુધીના રસ્‍તાને ગૌરવપથ-કમ્‍પલીટ સ્‍ટ્રીટ તરીકે ડેવલોપ કરવાનું કામ,બબરઝર સરકારી માધ્‍યમિક શાળા અને કે.ડી.વી.માધ્‍યમિક શાળા જોડિયા,૬૬ કેવી ફલ્લા, સણોસરા સબ સેન્‍ટર,નવા ધુનિયા સબ સેન્‍ટર,ચેલા સબ સેન્‍ટર,પીપર સબ સેન્‍ટર, અમળત ર.૦ યોજના હેઠળ ૩૦પ્‍ન્‍ઝ ક્ષમતાનો સ્‍યુએજ ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટ,પાઈપલાઈન નેટવર્ક, રોડ રી-કાર્પેટીંગના કામોનો સમાવેશ થાય છે.

આ કામોમાં મુખ્‍યત્‍વે અંબાવિજય સોસાયટી વી-માર્ટ પાસે આવેલ પ્‍લોટમાં ઓક્‍સીજન પાર્ક બનાવવાનું કામ, શહેરમાં વિવિધ વોર્ડમાં સી.સી. રોડનું નિર્માણ, આર.સી.સી. બોક્‍સ કેનાલ નિર્માણ, મેટલ રોડ અને રોડ સાઈડ ડેવલોપમેન્‍ટ કાર્યો, જામનગર શહેરમાં સ્‍ટેટ કલીન એર ઙ્કોગ્રામ અન્‍વયે જામનગર શહેરના સાત રસ્‍તા સર્કલથી એસ.ટી. બસ સ્‍ટેન્‍ડ સુધીના રોડના રોડ સાઈડ ડેવલોપમેન્‍ટ તેમજ જ્ઞાનશક્‍તિ સર્કલ, દરબારગઢ સર્કલ તેમજ બેડી ગેઈટ જકંશન સર્કલ ડેવલોપ કરવાનું કામ, ગુલાબનગર ખાતે ઓદ્યોગિક તાલીમ સંસ્‍થાનું નવીન બાંધકામ, નગર પ્રાથિમક શાળા નં-૫૫ના બિલ્‍ડીંગનું ખાતમુહુર્ત, બ્રીજ બનાવવાના કામો, રીડેવલપમેન્‍ટ નીતિ-૨૦૧૬ અંતર્ગત ગુજરાત હાઉસિંગ બોર્ડની સાધના કોલોની ખાતે આવેલ ૩૭૨ જર્જરિત મકાનોના પુનઃ નિર્માણની કામગીરીના કામોનો સમાવેશ થાય છે.

જામસાહેબશ્રી શત્રુશલ્‍યસિંહજી દ્વારા ૧૬૦૬૬ ચો.મી. જગ્‍યા જામનગર મ્‍યુનિસિપલ કોર્પોરેશનને લોકાપયોગી ઓકસીજન પાર્ક બનાવવાના હેતુસ૨ આપવામા આવેલ છે. અહી આશરે ૧૦૦થી વધુ વક્ષો આવેલા છે. જેને નુકશાન પહોચાડ્‍યા વગર આ પાર્કમા શ્નઙ્ખયોગીક ચક્રની થીમઙ્ખઙ્ખ  આધારિત વોકિંગ ટ્રેક વાળા પાર્કનુ ડેવલોપમેન્‍ટ ક૨વામાં આવશે

પાર્કની વિશેષતાઓમાં સાત યોગીક ચક્રો જે ભારતીય યોગશાષા દ્વારા પ્રચલિત થયેલ છે. જેમા દરેક ચક્રોના પોતાના સુચિત રગો હોય છે. જેનુ નીરૂપણ આ પાર્કમા ક૨વામા આવશે. ઓકસીજન પાર્ક બનાવવા હેતુસર આ પાર્કમા “C-4” કેટેગરીના વળક્ષોનુ વાવેત૨ ક૨વામા આવશે. “C-4” પ્રકારના વળક્ષો વધુ કાર્યક્ષમ રીતે કાર્બન ડાયોકસાઈડ શોષવા અને ઓક્‍સિજનનું ઉત્‍સર્જન વધારે પ્રમાણમા કરે છે, જેના કારણે શહેરી પ્રદુષણ ઘટાડવામા મહત્‍વપુર્ણ ફાળો આપે છે.

ઔદ્યોગિક તાલીમ સંસ્‍થા, ગુલાબનગર ખાતે હાલમાં કુલ-૦૪ ટ્રેડમાં ૧૨ બેચ કાર્યરત છે. જેની કુલ-૨૬૪ મંજૂર બેઠકો ઉપર ૧૨૩ તાલીમાર્થીઓ તાલીમ મેળવી રહ્યા છે. રૂ.૯૮૧ લાખના ખર્ચે નવું મકાન ઉપલબ્‍ધ થતાં સંસ્‍થા ખાતે ૦૯ ક્‍લાસરૂમ, ૧૪ વર્કશોપ અને ઓડિયો-વિઝ્‍યુઅલ રૂમ, પ્‍લેસમેન્‍ટ કાઉન્‍સેલિંગ રૂમ, આઈ.ટી. લેબ, લાઇબ્રેરી અને કેન્‍ટીન જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્‍ધ થશે. 

(11:17 AM IST)