તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 18th March 2026
જૂનાગઢના યુવાનનો ગળાફાંસો ખાઈને અને વડાલના યુવકનો ઝેરી દવા પી આપઘાત
મોટરસાયકલ પરથી પડી જતા કેશોદના વૃદ્ધનું મોત

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૧૮: જૂનાગઢના યુવાને ગળાફાંસો ખાઈને અને વડાલના યુવકે ઝેરી દવા પી આપઘાત કરી લેતા પોલીસે તપાસ હાથ ધરી છે.
જૂનાગઢમાં જુના હાઉસિંગ બોર્ડમાં રહેતા ભાર્ગવ મહેન્દ્રભાઇ મકવાણા ઉ.વ. ૨૭ નામના યુવાને સોમવારે બપોરે કોઇ પણ કારણોસર પોતે પોતાની મેળે ગળાફાંસો ખાઇ લઈ આપઘાત કરી લેતા ગમગીની પ્રસરી ગઈ હતી.
આ અંગેની જાણ થતા પોલીસે દોડી જઈને યુવાનના મળતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી હતી.
જ્યારે વડાલ ગામે રહેતા જયદિપભાઈ ભુપતભાઈ હીરાણી વાણંદ ઉ.વ.૩૪ વર્ષીય યુવાને ગઈકાલે બપોરે ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યા કરી લેતા તાલુકા પોલીસે સ્થળ પર પહોંચી યુવાનના મળતદેહને પીએમ માટે મોકલી આપી આપઘાત પાછળનું કારણ મેળવવા તપાસ હાથ ધરી હતી.
કેશોદના માંગરોળ રોડ વિસ્તારમાં રહેતા બીપીનભાઇ પાંચાભાઇ ઠુંમર પટેલ ઉ.વ.૫૮ નામના વળધ્ધ ગઈ તારીખ ૧૧ માર્ચના રોજ વંથલીથી ઓઝત નદીના પુલ તરફ જતા રસ્તાની વચ્ચે આવેલ ગોકળ ધનાના ફાર્મ હાઉસના પાટીયા પાસેથી પોતાનું મોટરસાયકલ લઈને પસાર થઈ રહ્યા હતા, ત્યારે મોટરસાયકલ ઉપરથી પડી જતા માથામાં ગંભીર ઈજા થવાથી સારવાર દરમિયાન બીપીનભાઈનું મળત્યુ થયું હતું. બનાવ અંગે વંથલી બોલી છે આગળની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
