News of Wednesday, 18th March 2026
વિંછીયાના વાંગધ્રામાં ખુટીયા સાથે બાઇક અથડાતાં યુવાન ગંભીર
૨૦ વર્ષિય યુવરાજ ડેરવાડીયા મામાના ઘરેથી આવતો હતો ત્યારે બનાવઃ રાજકોટ સારવારમાં

રાજકોટ તા. ૧૮: વિંછીયાના વાંગધ્રા ગામના પાદરમાં બાઇક આડે અચાનક ખુટીયો આવી જતાં બાઇક સ્લીપ થઇ જતાં ચાલક વાંગધ્રા ગામના યુવરાજ વજુભાઇ ડેરવાડીયા (ઉ.વ.૨૦)ને ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે વિંછીયા પોલીસને જાણ કરી છે.
યુવરાજ એક બહેનથી નાનો અને અપરિણીત છે. તે ખેત મજુરી કરી ગુજરાન ચલાવે છે. ગઇકાલે તે બાઇક હંકારી નજકીના પીપરડી ગામે મામાના ઘરે ગયો હતો. ત્યાંથી પરત પોતાના ગામ આવ્યો ત્યારે પાદરમાં જ ખુટીયો અચાનક રોડ પર ધસી આવતાં આ બનાવ બન્યો હતો.
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
